VIDEO: ઈમરાન ખાનની બહેને આદિયાલા જેલમાં કરી મુલાકાત, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મળી મંજૂરી
સોર્સ : gstv
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સ્થાપક ઇમરાન ખાન સાથે તેમની બહેન નૂરીન નિયાઝીની લગભગ નવ મહિના બાદ મુલાકાત થઈ છે. રાવલપિંડીની આદિયાલા જેલમાં યોજાયેલી આ મુલાકાત સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર થઈ છે, જેમાં ઇમરાન ખાનને સાપ્તાહિક ધોરણે પરિવારને મળવાની મંજૂરી આપવામાં આવી છે.,બંને વચ્ચેની વાતચીત લગભગ ૧૫ મિનિટ સુધી ચાલી હતી. આ મુલાકાત દરમિયાન નૂરીન નિયાઝીએ તેમને તબીબી તપાસ માટે ઇસ્લામાબાદની શિફા હોસ્પિટલમાં લઈ જવાના સુપ્રીમ કોર્ટના આદેશ વિશે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત, તેમણે ઇમરાન ખાનના સ્વાસ્થ્યની ખબર-અંતર પૂછવાની સાથે કેટલીક કાનૂની બાબતો પર પણ ચર્ચા કરી હતી.

