Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'If I am killed then Iran...' : Trump's big claim amid fear of assassination

VIDEO: 'જો મારી હત્યા થશે તો ઈરાનને.... ' : હત્યાના ડર વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Donald Trump on Iran : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને મોટો દાવો કર્યો છે. ન્યૂયોર્ક પોસ્ટને આપેલા એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું છે કે હું લાંબા સમયથી ઈરાનના નિશાના પર છું. જો ઈરાન દ્વારા મારી હત્યા કરવામાં આવશે, તો મેં ઈરાન પર બોમ્બ ફેંકીને તેને નકશામાંથી મિટાવી દેવાના અને એક એવો અભૂતપૂર્વ જવાબી હુમલો કરવાના નિર્દેશ અગાઉથી જ આપી રાખ્યા છે જે ઈરાને ક્યારેય જોયો નહીં હોય.

App Store

ઈઝરાયલી ગુપ્તચર એજન્સીની ગંભીર ચેતવણી

આ વિવાદ વચ્ચે ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓએ અમેરિકાને એક અત્યંત ગંભીર ઈનપુટ આપ્યો છે. આ ઈન્ટેલિજન્સ અહેવાલ મુજબ, ઈરાન કથિત રીતે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માટે એક નવા કાવતરા પર કામ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, આ માહિતી સામે આવ્યા બાદ ટ્રમ્પે જાહેરમાં સ્વીકાર્યું હતું કે તેઓ ઈરાનની 'કિલ લિસ્ટ' માં સૌથી ઉપર છે. જોકે, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ હજુ સુધી ઈઝરાયલના આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, અમેરિકન એજન્સીઓ હાલ એવા તમામ શંકાસ્પદ લોકો પર નજર રાખી રહી છે જેઓ વર્તમાન કે પૂર્વ અમેરિકન અધિકારીઓ પર હુમલો કરવાની ફિરાકમાં છે.

ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ફોન પર વાતચીત

આ ગંભીર સુરક્ષા ખતરાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ફોન પર મહત્વની વાતચીત થઈ છે. બંને નેતાઓ સુરક્ષા અને વ્યૂહાત્મક તાલમેલ જાળવી રાખવા માટે સહમત થયા છે. નેતન્યાહુની ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે, ટ્રમ્પે વડાપ્રધાનને ખાડી ક્ષેત્રમાં અમેરિકાની સૈન્ય ગતિવિધિઓ વિશે માહિતગાર કર્યા છે. બીજી તરફ નેતન્યાહુએ ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે લડાઈ હજુ પૂરી થઈ નથી અને ઈરાન પર મોટા હુમલા માટે તેમને માત્ર ટ્રમ્પની મંજૂરીની જરૂર છે.

ટ્રમ્પ પર હુમલાના કાવતરામાં 8 લોકો સામે આતંકવાદનો કેસ

અહેવાલો અનુસાર, જૂન મહિનામાં વ્હાઇટ હાઉસમાં આયોજિત ટ્રમ્પના યુએફસી (UFC - મિક્સ્ડ માર્શલ આર્ટ્સ) કાર્યક્રમ દરમિયાન ડ્રોન અને સ્નાઈપર વડે હુમલો કરવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કથિત કાવતરું રચવાના આરોપમાં 8 લોકો સામે આતંકવાદ અને હત્યાની સાજિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આ આરોપીઓ મે મહિનાથી જ હથિયારો, દારૂગોળો, ડ્રોન, વિસ્ફોટકો, બોડી આર્મર અને સંચાર સાધનો એકઠા કરી રહ્યા હતા.