Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : I don't want the ceasefire to be extended: Trump

'ઈરાન સાથે ડીલ કરવામાં સફળ થઈશું, હું નથી ઇચ્છતો કે સીઝફાયરને વધારવામાં આવે' : ટ્રમ્પ

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
'ઈરાન સાથે ડીલ કરવામાં સફળ થઈશું, હું નથી ઇચ્છતો કે સીઝફાયરને વધારવામાં આવે' : ટ્રમ્પ
સોર્સ : gstv

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે સીઝફાયર ખત્મ કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સંકેતો મળી રહ્યા છે કે, યુ.એસ. અને ઈરાન બંનેના ડેલિગેશન સીઝફાયરની વાટાઘાટો માટે પાકિસ્તાન જશે. એક રિપોર્ટ મુજબ, બે અધિકારીએ ઓળખ ન બતાવવાની શરતે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાન જશે. અમેરિકા અને ઈરાનની વાટાઘાટોના સમયની સાર્વજનિક રીતે પુષ્ટિ કરવામાં આવી છે, ત્યારે આ પ્રકારની જાણકારી સામે આવી છે.

App Store

અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાનથી જોડાયેલા સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અને ઈરાનની સંસદના સ્પીકર ગલીબાફ બુધવારે સવારે ઇસ્લામાબાદ પહોંચશે અને પોતપોતાની ટીમની આગેવાની કરશે.

ટ્રમ્પે શું કહ્યું?

જ્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત કહ્યું કે, 'ઈરાન સાથે એક જબરદસ્ત ડીલ થવી જોઈએ.' તેમણે સીઝફાયર આગળ વધારવાની સંભાવનાને લઈને ઇન્કાર કર્યો છે.
 
ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'ઈરાન સાથે ડીલ કરવામાં અમે સફળ થઈશું. અમે ઈરાન સાથે વાટાઘાટો કરવા મજબૂત સ્થિતિમાં છીએ. અમારી પાસે વધુ સમય નથી, પરંતુ અમને સફળતા મળશે. હું નથી ઇચ્છતો કે સીઝફાયરને વધારવામાં આવે.'