Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : I am the last man to trust Iran: Donald Trump

VIDEO: ઈરાન પર ભરોસો કરનાર હું છેલ્લો માણસ છું: ડોનાલ્ડ ટ્રમ્પ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ ભાંગી પડયા પછી પશ્ચિમ એશિયામાં તણાવપૂર્ણ સ્થિતિ છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલા બદલ અત્યાર સુધી ઈરાન વળતરની માગણી કરતું હતું. હવે તેનાથી એકદમ વિપરિત અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધ બદલ તહેરાન પાસે વળતરની માગ કરી છે. જોકે, ટ્રમ્પની માગણીના જવાબમાં ઈરાને એક મોટી જાહેરાત કરી છે. દુનિયાના સૌથી વ્યસ્ત વ્યાપારિક માર્ગોમાંના એક હોર્મુઝની ખાડી ખોલવા અમેરિકા પર ભારે દબાણ છે ત્યારે ઈરાને કહ્યું કે, અમારી સાથે સોદો કરવાની ટ્રમ્પની તાકાત નથી. હવે હોર્મુઝની ખાડી 2029 સુધી બંધ રહેશે. અમે 2029 સુધી રાહ જોઈશું, પરંતુ ટ્રમ્પ સામે નહીં ઝુકીએ. જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, ઈરાન પર ભરોસો ન કરનાર હું છેલ્લો માણસ છું. તેઓએ સતત મારી સાથે જૂઠું બોલ્યું છે. અત્યારે હોર્મુઝ સ્ટ્રેટ પર આપણું સંપૂર્ણ નિયંત્રણ છે. તેમનું નિયંત્રણ નથી. અને હવે તેઓ મધ્ય પૂર્વના દાદા નથી રહ્યા.

App Store