VIDEO: મોચા શહેર પર હૂતીઓનો કબજો, સાઉદી સરહદે ભીષણ અથડામણ
યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્રના અત્યંત મહત્વપૂર્ણ બંદર શહેર મોચા પર કબજો જમાવી લીધો છે. યમન સરકારના 3 અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. મોચા શહેર બાબ-અલ-મંદેબ સ્ટ્રેટથી 50 માઈલ કરતા પણ ઓછા અંતરે આવેલું છે. ગુરુવારે સવારે યમનની સરકારી સેના પાછળ હટી ગઈ હતી અને હૂતી લડવૈયાઓ આગળ વધી ગયા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ શહેરની અંદર હૂતી લડવૈયાઓની હાજરી દર્શાવતા તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. મોચા પર આ કબજો હૂતીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવે છે. આનાથી લાલ સમુદ્ર અને બાબ-અલ-મંદેબ વિસ્તારમાં તેમનો પ્રભાવ વધુ મજબૂત બની શકે છે. જોકે, હૂતીઓ સામે લડી રહેલા નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે જણાવ્યું છે કે તેના એક કમાન્ડર લશ્કરી ટુકડી સાથે ગુરુવારે સવારે મોચામાં દાખલ થયા છે. સંગઠને સ્પષ્ટતા કરી છે કે એન્ટી-હૂતી ગઠબંધન સાથે મળીને મોચાની સુરક્ષા વ્યવસ્થા ફરીથી ગોઠવવા અને તેને મજબૂત બનાવવાનું કામ ચાલી રહ્યું છે. નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટના જણાવ્યા અનુસાર, તેમના સૈનિકો અને હૂતી નૌકાદળ વચ્ચે પણ અથડામણ થઈ છે

