VIDEO: ઘેડનો મોચા-કડછ રોડ જળમગ્ન, NDRFની ટીમે દૂધના ટેન્કરમાં ફસાયેલા 13 લોકોને કર્યા રેસ્ક્યું
ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે વરસાદ હવે ખમૈયા કરી શકે છે. હવામાન વિભાગ દ્વારા સવારે 10 વાગ્યા સુધી 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે અને બાકીના જિલ્લામાં યેલો એલર્ટ છે.
મોચા-કડછ રોડ પર જળબંબાકારની સ્થિતિ
ગુજરાતના ઘણા રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ પોરબંદર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે મોચા-કડછ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
એક દૂધના ટેન્કરમાં 13 લોકો ફસાઈ ગયા
આ દરમિયાન એક દૂધના ટેન્કરમાં 13 લોકો ફસાઈ ગયા હતા. NDRF અને સ્થાનિક પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી. ડ્રોનની મદદથી ફસાયેલા લોકોનું સચોટ સ્થાન શોધીને, NDRFની ટીમે રાત્રે આશરે 10 વાગ્યે આ 13 લોકોને સુરક્ષિત બચાવી લીધા હતા. તમામને બચાવીને સુરક્ષા સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા.

