VIDEO: થાઈલેન્ડમાં ભારે વરસાદ અને પૂરથી 23 લોકોના મોત
થાઇલેન્ડમાં ભારે વરસાદ બાદ આવેલી પૂરે ભારે તબાહી મચાવી છે. મંગળવારે સરકારે માહિતી આપી હતી કે પૂરના કારણે બેંગકોકમાં વધુ ચાર લોકોના મોત થયા છે. ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મિટિગેશન ડિપાર્ટમેન્ટ અનુસાર, આ ચાર મોતો સાથે થાઇલેન્ડમાં પૂરથી મૃત્યુ પામનારાઓનો આંકડો 23 પર પહોંચી ગયો છે. બેંગકોકમાં પૂરથી લગભગ સાત લાખ લોકો પ્રભાવિત થયા છે. બેંગકોકમાં સતત 48 કલાક સુધી એટલો ભારે વરસાદ થયો કે ત્રણ દિવસ પછી પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા રહ્યા. અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરમાં આપત્તિ જાહેર કરવાની સાથે જ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. રાજધાનીમાં 230થી વધુ શેલ્ટર હોમમાં આશરે 7 હજાર લોકો આશ્રય લઈ રહ્યા છે. પૂરથી થાઇલેન્ડના 77 માંથી 29 પ્રાંતો પ્રભાવિત થયા છે. બેંગકોકમાં ચાર, સમુત પ્રાકાનમાં આઠ અને સા કાએઓ પ્રાંતમાં છ લોકોના મોત નોંધાયા છે.

