Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Handcuffed, blindfolded... Venezuelan President Maduro in US custody

હાથોમાં હાથકડી, આંખો પર કાળી પટ્ટી... વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ માદુરો યુએસ કસ્ટડીમાં

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2026
લાઇવ ટીવીGoogle News
હાથોમાં હાથકડી, આંખો પર કાળી પટ્ટી... વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ માદુરો યુએસ કસ્ટડીમાં
સોર્સ : gstv

અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત સૈન્ય સુવિધાઓ અને અનેક ખાસ જગ્યાઓ પર એર સ્ટ્રાઈક કરી. કારાકસની સાથે મિરાંડા, અરગુઆ અને લા ગુઇરા રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ થયા. આ હુમલા બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોએ દેશમાં નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના અનુસાર, વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા એડેલા ફ્લોરેસ હવે અમેરિકન સૈનિકોના કબજામાં છે. ત્યારે હવે અમેરિકન સૈન્ય કાર્યવાહી બાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે દાવા કર્યો છે કે, તાનાશાહ માદુરોને સફળતાપૂર્વક પકડી પાડવા માટે વેનેઝુએલા પર મિલિટ્રી ઓપરેશન શરૂ થયું.

App Store

અમેરિકાએ માદુરોની સૈન્ય શક્તિને તોડી પાડી. વેનેઝુએલા હવે અમારા કબજામાં. વેનેઝુએલામાં બદલાવ સુધી અમારું શાસન રહેશે. બીજા મોટા હુમલા માટે તૈયાર રહો.અમેરિકન ઓઇલ કંપનીને વેનેઝુએલા મોકલીશું. જણાવી દઈએ કે, ટ્રમ્પે માદુરોનો એક ફોટો પણ જાહેર કર્યો છે. જેમાં તેઓ બંધક છે અને આંખો પર પટ્ટી બાંધેલી છે.

વેનેઝુએલા પર હવે અમારો કબજો: ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને વેનેઝુએલા પર કરેલા હુમલા અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, 'વેનેઝુએલા પર હવે અમારો કબજો છે. ત્યાંની સત્તા હવે અમે ચલાવીશું. આ ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી શાંતિ સ્થાપિત ન થઈ જાય.'

આ તાનાશાહને હટાવવા માટેનું ઓપરેશન હતું: ટ્રમ્પ

ટ્રમ્પે માદુરોને તાનાશાહ ગણાવતા કહ્યું કે, 'અમેરિકા વેનેઝુએલામાં શાંતિ ઇચ્છે છે. આ સૈન્ય કાર્યવાહીમાં કોઈનું મોત નથી થયું અને ન તો એક પણ અમેરિકન સૈનિક માર્યો ગયો. ઓપરેશનનો ઉદ્દેશ્ય હિંસા નહીં, પરંતુ વેનેઝુએલામાં સ્થિરતા અને શાંતિ સ્થાપવાનો છે.'