Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Google's 'AI mastermind' Jeff Deen left the company, Sundar Pichai said this big thing

ગૂગલના 'એઆઈ માસ્ટરમાઇન્ડ' જેફ ડીને છોડી કંપની, સુંદર પિચાઈએ કહી આ મોટી વાત

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ગૂગલના 'એઆઈ માસ્ટરમાઇન્ડ' જેફ ડીને છોડી કંપની, સુંદર પિચાઈએ કહી આ મોટી વાત
સોર્સ : gstv

ગૂગલના 30મા કર્મચારી અને ચીફ સાયન્ટિસ્ટ જેફ ડીને 27 વર્ષના લાંબા અને સફળ કાર્યકાળ બાદ કંપનીમાંથી પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. 6 ઓગસ્ટના રોજ સામે આવેલા અહેવાલો મુજબ, ગૂગલ છોડ્યા બાદ તેઓ સંજય ઘેમાવત, ઓરિયોલ વિનિયાલ્સ અને ક્વાક લે સાથે મળીને 'ડિસ્કવરી લૂપ’ નામનું નવું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટઅપ શરૂ કરવા જઈ રહ્યા છે. જેફ ડીને ગૂગલના પોતાના સાથીદારોને મોકલેલા એક વિદાઇ ઈમેલમાં આ બાબતની પુષ્ટિ કરી છે.

App Store

ગૂગલ ખાતે જેફ ડીનની ઐતિહાસિક સફર

જેફ ડીન વર્ષ 1999માં ગૂગલમાં જોડાયા હતા, જ્યારે કંપનીમાં માત્ર 25 કર્મચારીઓ જ કામ કરતા હતા. ફાઉન્ડર અને તમમ કર્મચારીઓને ગણતાં તેઓ આ કંપનીના 30માં કર્મચારી હતાં. પોતાના વિદાય પત્રમાં કૃતજ્ઞતા વ્યક્ત કરતા તેમણે લખ્યું હતું કે, ગૂગલના સૌથી વધુ વપરાતા અને પ્રભાવશાળી પ્રોડક્ટ્સના નિર્માણમાં યોગદાન આપવાનો તેમને ગર્વ છે. તેમણે યાદ કર્યું કે તેઓ હંમેશા એવું સોફ્ટવેર બનાવવા માગતા હતા જેનો ઉપયોગ કરોડો લોકો કરી શકે, અને ગૂગલમાં તેમનું આ સ્વપ્ન સંપૂર્ણપણે સાકાર થયું છે.

ગૂગલના AI અને ML ક્ષેત્રને આપ્યું નવું પરિમાણ

જેફ ડીને ગૂગલના AI અને મશીન લર્નિંગ (ML) વિભાગને મજબૂત બનાવવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. તેમણે 'ગૂગલ બ્રેઈન' રિસર્ચ લેબની સ્થાપના કરી હતી, જેણે આખી ટેક ઈન્ડસ્ટ્રીને AI તરફ આગળ વધારવામાં મદદ કરી. અનસુપરવાઈઝ્ડ લર્નિંગ, મોડેલ ડિસ્ટિલેશન, મિક્સચર-ઓફ-એક્સપર્ટ્સ આર્કિટેક્ચર, word2vec, ન્યુરલ આર્કિટેક્ચર સર્ચ અને રીઈનફોર્સમેન્ટ લર્નિંગ (RL) જેવી અદ્યતન ટેકનોલોજીના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

ગૂગલની યાદગાર ક્ષણો અને પ્રોજેક્ટ્સ

તેમના વિદાય પત્રમાં તેમણે ગૂગલ સર્ચની મલ્ટિપલ જનરેશન્સ પર કામ કરવું, પ્રથમ ગૂગલ એડ્સ સિસ્ટમ બનાવવી, ગૂગલ ન્યૂઝ અને ગૂગલ ટ્રાન્સલેટ લોન્ચ કરવું તેમજ TPU પ્રોગ્રામ શરૂ કરવા જેવા પ્રોજેક્ટ્સને યાદગાર ગણાવ્યા હતા. તેમણે મોન્ટેરી ખાતે ઓફસાઈટ્સમાં સાઈકલિંગ કરવું અને પોતાના 27 વર્ષના કાર્યકાળ દરમિયાન 18 વખત ઓફિસ બદલવાની ક્ષણો પણ વાગોળી હતી.

સુંદર પિચાઈનો સંદેશ અને ગૂગલ સાથે નવું જોડાણ

અંદાજે 1,90,000થી વધુ કર્મચારીઓ ધરાવતી ગૂગલ કંપની માટે જેફ ડીનનું જવું એક મોટા પરિવર્તન સમાન છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જેફ ડીનના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ગૂગલના મહત્ત્વપૂર્ણ ટેકનોલોજીકલ ટ્રાન્સફોર્મેશનમાં જેફની ભૂમિકા અભૂતપૂર્વ રહી છે. સુંદર પિચાઈએ ઉમેર્યું કે ગૂગલ તેમના નવા સ્ટાર્ટઅપ 'ડિસ્કવરી લૂપ' સાથે એક ફાઉન્ડિંગ ઈન્વેસ્ટર અને ક્લાઉડ પાર્ટનર તરીકે જોડાણ જાળવી રાખશે.