Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Google's Dark Web Report Tool service will be shut down, will not work from January 15, 2026

ગૂગલના ડાર્ક વેબ રિપોર્ટ ટૂલની સર્વિસ થશે બંધ, જાન્યુઆરી 15, 2026થી નહીં કામ કરે

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ગૂગલના ડાર્ક વેબ રિપોર્ટ ટૂલની સર્વિસ થશે બંધ, જાન્યુઆરી 15, 2026થી નહીં કામ કરે
સોર્સ : GSTV

ગયા વર્ષે આપણે ટેકનોવર્લ્ડમાં ગૂગલ એકાઉન્ટની મદદથી ડાર્ક વેબ રિપોર્ટ જાણવાની સગવડ વિશે વાત કરી હતી. ગૂગલના આ ટૂલની મદદથી આપણે પોતાનો વિવિધ પ્રકારનો ડેટા જેમ કે ઇમેઇલ એડ્રેસ, ફોન નંબર, ઘરનું સરનામું વગેરે વિગતો અલગ-અલગ સર્વિસમાંથી ચોરી થઈને ડાર્ક વેબમાં પહોંચ્યો છે કે નહીં તે તપાસી શકતા હતા.

App Store

ગૂગલનું આ ટૂલ વર્ષમાં 2023માં લોન્ચ થયું હતું. શરૂઆતમાં તેનો લાભ માત્ર ગૂગલ વન સર્વિસના પેઇડ સબસ્ક્રાબર્સને મળતો હતો. પછી તેને ઓપન કરી દેવામાં આવ્યું અને જુલાઈ 2024થી ગૂગલનું ફ્રી એકાઉન્ટ ધરાવતા લોકોને પણ તેનો લાભ મળવા લાગ્યો હતો. આપણે ગૂગલ એકાઉન્ટથી લોગઇન થઈને પોતાનો ડેટા ડાર્ક વેબમાં પહોંચ્યો છે કે નહીં તે તપાસી શકતા હતા.

જોકે, હવે ગૂગલે આ સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. એ મુજબ જાન્યુઆરી 15, 2026થી આ ટૂલની મદદથી ડાર્ક વેબનું સ્કેનિંગ બંધ થઈ જશે અને ફેબ્રુઆરી 16, 2026થી આ ટૂલથી જે કોઈ રિપોર્ટ જનરેટ થયા હશે એ પણ ડિલીટ થઈ જશે.

ગૂગલે આવું પગલું કેમ ભર્યું? પહેલી નજરે આપણા ડેટાની પ્રાઇવસી તથા સિક્યોરિટી બંને માટે ઉપયોગી આ ફીચર માંડ એક-દોઢ વર્ષમાં કેમ બંધ કરવામાં આવી રહ્યું છે?

ગૂગલ એવું કારણ આપે છે કે આ ટૂલ લોકોનો ડેટા ડાર્ક વેબમાં પહોંચ્યો છે કે નહીં એ વિશે જનરલ ઇન્ફર્મેશન આપે છે પરંતુ એ પછી કેવાં પગલાં લેવાં જોઇએ એ વિશે નક્કર પગલાં તે આપી શકતું નથી. કારણ એ પણ ખરું કે આ ડેટા ઓલરેડી ડાર્ક વેબમાં પહોંચી ગયો હોય છે અને ત્યાં તે ગૂગલની પહોંચની બહાર રહે છે. એટલે ગૂગલ આપણને ચેતવે, પણ પછી શું કરવું તે કહી શકે નહીં.

આથી હવે ગૂગલ આ સર્વિસ બંધ કરીને આપણને ગૂગલ એકાઉન્ટનું સિક્યોરિટી ચેકઅપપાસકીપાસવર્ડ ચેકઅપ અને પાસવર્ડ મેનેજર વગેરે ટૂલ્સનો લાભ લેવાનું સૂચન કરે છે. ગૂગલ પોતે પણ સલામતીનાં આ બધા ટૂલને વધુ ડેવલપ કરવા પર ફોકસ કરશે.