Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Gold prices fall 3.4% in the international market

VIDEO: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં 3.4 ટકાનો ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલુ સપ્તાહે સોનાના ભાવમાં આશરે 3.4 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.  તેમ છતાં ભારતના મોટાભાગના શહેરોમાં 3 ઓક્ટોબરના રોજ સોનાના ભાવ હજુ પણ ઊંચા સ્તરે જળવાઈ રહ્યા છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ 50 હજાર 460 અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ 37 હજાર 910 નોંધાયો છે. અમદાવાદ અને ભોપાલમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ 50 હજાર 360 જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1 લાખ 37 હજાર 810 રહ્યો છે. વૈશ્વિક સ્તરે સોનું  4 હજાર 140.06 ડોલર પ્રતિ ઔંસના સ્તરે નોંધાયું હતું અને આ સપ્તાહે તેમાં અંદાજે 3.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ હોવા છતાં ભારતમાં ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. તેનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક બજારના ભાવ માત્ર વૈશ્વિક રેટ પર આધારિત નથી હોતા. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય, આયાત ખર્ચ, સરકારી ટેક્સ અને તહેવારોની સ્થાનિક માંગ જેવા પરિબળો ભારતમાં સોનાના ભાવને ઊંચા સ્તરે જાળવી રાખે છે.

App Store