VIDEO: અમેરિકી ફેડરલ રિઝર્વના નિવેદન બાદ સોના-ચાંદીના ભાવ તૂટ્યા
સોર્સ : gstv
MCX પર સોનાના ભાવમાં તેના રેકોર્ડ હાઈથી 4 હજાર રૂપિયાથી વધુ અને ચાંદીમાં 9 હજાર રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. આ આંચકા પાછળનું સૌથી મોટું કેન્દ્રબિંદુ વોશિંગ્ટન અને અમેરિકી ફેડરલ રિઝર્વનું એક નિવેદન બન્યું છે. બજારમાં પણ આ ઘટાડાની સીધી અને મોટી અસર જોવા મળી છે. બજારમાં અચાનક આવેલી આ મંદી પાછળ અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના વડા કેવિન વોર્શનું નિવેદન જવાબદાર માનવામાં આવી રહ્યું છે. બજારમાં એવી ચર્ચા છે કે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 2 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે. સોનું 3.43 ટકા તૂટીને 4 હજાર 504.10 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે ચાંદી 4.57 ટકાના કડાકા સાથે 66.255 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ.

