VIDEO: UK એર બેઝ પર આતંકી કાવતરામાં વિદેશી સામેલ, માર્કો રૂબિયોનો દાવો
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ દાવો કર્યો છે કે ઈરાન પર હુમલા માટે ઉપયોગમાં લેવાતા ગન આઈલેન્ડ સ્થિત રોયલ એરફોર્સ બેઝ સામે રચાયેલા કથિત આતંકી ષડયંત્રમાં વિદેશી કનેક્શન સામેલ હતું. સ્થાનિક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ બ્રિટનમાં બનેલી આ ઘટનાને અત્યંત ગંભીર સ્થિતિ ગણાવી હતી, જોકે તેમણે આ અંગે કોઈ પુરાવા કે વધુ વિગતો જાહેર કરી નહોતી. બીજી તરફ, બ્રિટિશ પોલીસે આ કેસમાં પકડાયેલા તમામ પાંચ શંકાસ્પદોને જામીન પર મુક્ત કરી દીધા છે, જેનાથી સમગ્ર ઘટના અંગે ગૂંચવણ ઊભી થઈ છે. પકડાયેલી જગ્યા પરથી કોઈ કાર્યક્ષમ વિસ્ફોટક મળ્યું નથી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન સરકારના આ નિર્ણયની ટીકા કરતા જણાવ્યું હતું કે, મને નવાઈ લાગે છે કે તેમણે શંકાસ્પદોને છોડી મૂક્યા, જો હું હોત તો એવું ન કરત. બ્રિટિશ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે શંકાસ્પદોને જામીન મળ્યા હોવા છતાં આ મામલે તપાસ હજુ પણ ચાલુ જ છે.

