VIDEO: ફ્લાય દુબઈનું વિમાન હાઈજેક થવાની આશંકા
દુબઇથી ઈઝરાયલના તેલ અવીવ જઇ રહેલી ફ્લાઇટ હાઇજેક થવાની આશંકા સામે આવી છે..પાયલટ તરફથી ઇમરજન્સી સિગ્નલ અપાતા ફ્લાઈટ હાઈજેક થવાની આશંકા દેખાઈ રહી છે.જો કે હાલના સંજોગોમાં ઈઝરાયલે આવી શક્યતા નકારી કાઢી છે જેથી સસ્પેન્સ વધુ ઘેરાયું છે. સાઉદી અરબમાં પ્લેન લેન્ડ થયું હોવાની માહિતી સામે આવી રહી છે. ફ્લાઇટમાં 180 ઇઝરાયલી નાગરિકો સવાર હતા.દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ એરલાઇનની એક ફ્લાઇટ અચાનક ઇમરજન્સી સિગ્નલ મોકલ્યા બાદ ચર્ચામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાઉદી અરેબિયા ઉપરથી પસાર થતી વખતે વિમાને અચાનક પોતાનો રૂટ બદલ્યો હોય તેવું જોવા મળ્યું હતું. આ ઘટના બાદ વિમાનના હાઇજેક થયા હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેના પગલે સુરક્ષાના ભાગરૂપે ઇઝરાયેલી ફાઇટર જેટ્સને પણ તાત્કાલિક એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ્સના ડેટા પર નજર કરીએ તો, આ વિમાન સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટની આસપાસના વિસ્તારમાં જોવા મળ્યું હતું અને ટૂંક સમયમાં જ ત્યાં સુરક્ષિત ઉતરાણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇઝરાયેલી સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, વાસ્તવમાં આ ફ્લાઇટમાં અંદર શું બન્યું અને ઇમરજન્સી સર્જાવાનું અસલી કારણ શું હતું, તેની ચોક્કસ અને સત્તાવાર વિગતો વિમાનના લેન્ડિંગ પછી જ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શકશે.

