VIDEO: સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત
સોર્સ : gstv
સાઉદી અરબમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. સાઉદી અરબના રિયાધ સ્થિત મૂસા સનૈયા વિસ્તારમાં એક સોફા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ભીષણ આગમાં 16 બાંગ્લાદેશી શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. સોમવારે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરતા મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડો શોક અને સંવેદના વ્યક્ત કરી છે. મંત્રાલયે રવિવારે બનેલી આ ઘટના અંગે એક સત્તાવાર નિવેદન જારી કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ નુકસાનની આ મુશ્કેલ ઘડીમાં મૃતકોના પરિવારોને સંપૂર્ણ સહયોગ અને એકજૂથતાનું આશ્વાસન આપ્યું છે. તેમાં વધુમાં કહ્યું કે, તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે પોતાની ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી અને આ ભરપાઈ ન થઈ શકે તેવી ક્ષતિ તેમજ દુઃખની ઘડીમાં તેમની સાથે અડીખમ ઊભા રહેવાની ખાતરી આપી.

