VIDEO: મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે 'NATO' જેવી ડીલ!
પશ્ચિમ એશિયાની ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિ વચ્ચે ઈસ્લામિક જગતના ત્રણ શક્તિશાળી દેશોએ હાથ મિલાવ્યા છે. સાઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાને મક્કામાં એક સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, અને પોતાના સૈન્ય તથા વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે. આ ઐતિહાસિક કરાર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીયેના રાષ્ટ્રપતિ રજબ તૈયપ એર્દોગન, પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેના પ્રમુખ અસીમ મુનીરની હાજરીમાં થયો હતો. આ કરાર છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ગુપ્ત રાજદ્વારી વાટાઘાટોનું પરિણામ છે, જેને પ્રાદેશિક સુરક્ષા સંતુલનની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સંયુક્ત નિવેદન અનુસાર, આ કરારનો મુખ્ય હેતુ કોઈ પણ સંભવિત બહારી આક્રમણ સામે સાહસિક સામૂહિક પ્રતિકાર ને મજબૂત કરવાનો છે. કરારમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ત્રણેયમાંથી કોઈ પણ એક દેશ પર થતા સશસ્ત્ર હુમલાને ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે.

