FBI ચીફ કાશ પટેલે ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્કિન્સ સાથે કરી સગાઈ, રિંગ બતાવી આપી ખુશખબર

અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર કાશ પટેલે પોતાની ગર્લફ્રેન્ડ અને કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ સાથે સગાઈ કરી લીધી છે. બંનેએ રવિવારે સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરીને આ ખુશખબર પોતાના ફેન્સ અને ફોલોઅર્સ સાથે શેર કરી હતી. સગાઈની તસવીર સામે આવ્યા બાદ આ કપલ ચર્ચામાં છે.
રિંગ બતાવીને શેર કરી તસવીર
27 વર્ષીય એલેક્સિસ વિલ્કિન્સે કાશ પટેલ સાથેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તસવીરમાં તે પોતાની સગાઈની રિંગ (Engagement Ring) બતાવતી જોવા મળી રહી છે. તસવીર સાથે તેણે લખ્યું, “હવે મામલો કાયદાના હાથમાં છે.” વિલ્કિન્સની આ રમૂજી કેપ્શન સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન ખેંચી રહી છે.
કાશ પટેલ અને વિલ્કિન્સ 2025માં પટેલ FBIના ડિરેક્ટર બન્યા તે પહેલાંથી જ એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે. વિલ્કિન્સ તેમના શપથ ગ્રહણ સમારોહ (Swearing-in Ceremony)માં પણ હાજર રહી હતી.
કોણ છે એલેક્સિસ વિલ્કિન્સ?
એલેક્સિસ વિલ્કિન્સ કન્ટ્રી સિંગર (Country Singer) ઉપરાંત પૉલિટિકલ કોમેન્ટેટર (Political Commentator) પણ છે. તેમણે 2023માં પોતાનું પહેલું આલ્બમ રિલીઝ કર્યું હતું. તેઓ કન્ઝર્વેટિવ ગ્રુપ્સ સાથે પણ જોડાયેલી રહી છે.
વિલ્કિન્સ પોતાની વેબસાઇટ પર જણાવે છે કે તેઓ કન્ટ્રી સંગીતની પરંપરાઓનું સન્માન કરતા તેમાં આજના સમય સાથે જોડાયેલી વાતો અને કમેન્ટ્રી ઉમેરવા માગે છે.
કાશ પટેલ અગાઉ પણ ચર્ચામાં રહ્યા
કાશ પટેલ અગાઉ સરકારી વિમાન (Government Aircraft)ના ઉપયોગને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. તેમના પર એવા પ્રવાસોને લઈને સવાલો ઉઠ્યા હતા, જેમનો સ્પષ્ટ સત્તાવાર કે કાયદાકીય હેતુ હોવાનું જણાતું નહોતું.
આમાંથી એક પ્રવાસ પેન્સિલ્વેનિયાના સ્ટેટ કોલેજનો હતો, જ્યાં વિલ્કિન્સે એક પ્રો રેસલિંગ ઇવેન્ટમાં રાષ્ટ્રગીત ગાયું હતું. બાદમાં સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરમાં બંને સાથે જોવા મળ્યા હતા.

