Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Fatima Mansouri becomes Morocco's first female prime minister, find out who she is and about her political journey

VIDEO: ફાતિમા મન્સૂરી મોરોક્કોની પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા, જાણો તેઓ કોણ છે અને તેમની રાજકીય સફર વિશે

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરોક્કોના રાજકારણમાં એક મોટો બદલાવ આવ્યો છે. રાજા મોહમ્મદ છઠ્ઠાએ ફાતિમા એઝહરા અલ મન્સૂરીની નવા વડાપ્રધાન તરીકે નિમણૂક કરી છે. મોરોક્કોના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મહિલાને સરકારનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક સાથે, ફાતિમા આરબ વિશ્વમાં વડાપ્રધાનનું પદ સંભાળનાર બીજી મહિલા બન્યા છે. ચાલો જાણીએ કે ફાતિમા મન્સૂરી કોણ છે અને તેમની રાજકીય સફર કેવી રહી છે.

App Store

અરબ વિશ્વમાં બીજી મહિલા વડાપ્રધાન

 
ફાતિમાની નિમણૂક સાથે મોરોક્કોના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમના પહેલાં, ટ્યુનિશિયાના નજલા બૌડેન ઓક્ટોબર ૨૦૨૧માં અરબ વિશ્વમાં વડાપ્રધાન બન્યા હતા અને ઓગસ્ટ ૨૦૨૩ સુધી આ પદ સંભાળ્યું હતું. ફાતિમા હવે આ ક્ષેત્રમાં આ જવાબદારી સંભાળનાર બીજી મહિલા બન્યા છે.ફાતિમાની સફર સ્થાનિક રાજકારણથી શરૂ થઈને મંત્રીપદ અને અંતે વડાપ્રધાનના પદ સુધી પહોંચી છે. તેમની નિમણૂક મોરોક્કોમાં એક નવા રાજકીય અધ્યાયની શરૂઆત સૂચવે છે. તેમનો પ્રથમ મુખ્ય પડકાર ગઠબંધન સરકારની રચના કરવાનો અને દેશ સામેના આર્થિક તથા વિકાસલક્ષી મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો રહેશે.
 
આ કાર્યવાહીને દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરીને રોકવાની દિશામાં એક નોંધપાત્ર સફળતા તરીકે જોવામાં આવી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે તેમનું દરિયાઈ દેખરેખ નેટવર્ક સતત સક્રિય રહે છે અને 'ઝીરો-ટોલરન્સ' (સહેજ પણ બેદરકારી નહીં ચલાવી લેવાની) નીતિ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ચાલુ છે.
ટોપિક્સ:GSTV NewsGujarati News