Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Even though the situation in the Black Sea worsens, India does not talk! Ukraine accuses India

VIDEO: કાળા સમુદ્રમાં સ્થિતિ વણસી છતાં ભારત નથી કરતું વાત! યુક્રેનનો ભારત પર આરોપ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

યુક્રેનના ચોર્નોમોર્સ્ક બંદર (Chornomorsk Port) પર 'MV AMIR1' નામના જહાજમાં 13 ભારતીય નાવિકો ફસાયેલા છે. આ વિસ્તારમાં રશિયા દ્વારા સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આ તંગદિલી વચ્ચે યુક્રેને ભારતની દરિયાઈ સુરક્ષા એડવાઈઝરી (Maritime Advisory) અને વિદેશ મંત્રાલયના વલણ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

App Store

'એસ. જયશંકર જવાબ નથી આપી રહ્યા'

યુક્રેન સરકારે દાવો કર્યો છે કે બ્લેક સી (કાળો સમુદ્ર) માં વણસી રહેલી સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા (Andrii Sybiha) ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાત કરવા માંગે છે. પરંતુ ભારત તરફથી હજુ સુધી કોઈ જ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. જોકે, યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે આ પરિસ્થિતિને 'સર્વોચ્ચ પ્રાથમિકતા' આપવામાં આવી રહી છે અને નાવિકોની સુરક્ષા માટે સતત સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે.

બે એડવાઈઝરી વચ્ચેના ભેદભાવ પર યુક્રેનનો વાંધો

નવી દિલ્હી સ્થિત યુક્રેની દૂતાવાસે ભારતના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DGMA) દ્વારા જાહેર કરાયેલી બે અલગ-અલગ એડવાઈઝરી પર કડક વાંધો ઉઠાવ્યો છે:

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (15 જુલાઈ): શિપિંગ કંપનીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે ભારતીય નાવિકોને હોર્મુઝ ક્ષેત્રમાં મોકલવાનું ટાળવામાં આવે.

બ્લેક સી (23 જુલાઈ): રશિયન હુમલાઓના જોખમ અને અગાઉ ભારતીય નાવિકોના મોત છતાં બ્લેક સી માટે આવી કોઈ કડક એડવાઈઝરી કે રોક લગાવવામાં આવી નથી.

યુક્રેની દૂતાવાસે સવાલ કર્યો છે કે શું બ્લેક સી માટે લેવાયેલા સુરક્ષાના પગલાં ત્યાં રહેલા જોખમ પ્રમાણે પૂરતા છે?

નાવિક સંઘ (FSUI) ની માંગને યુક્રેનનું સમર્થન

યુક્રેને 'ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઈન્ડિયા' (FSUI) ની તે અપીલને પણ સમર્થન આપ્યું છે જેમાં હાઈ રિસ્ક ઝોનમાં કામ કરતા ભારતીય નાવિકો માટે મજબૂત સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. યુક્રેને આશા વ્યક્ત કરી છે કે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) અને DGMA આ મામલે યોગ્ય અને કડક પગલાં ભરશે.