VIDEO: ભારતીયોને યુદ્ધમાં મહોરા ન બનાવો, ઝેલેન્સ્કીની પુતિનને લલકાર, 47 દેશોને આપી ચેતવણી
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ દુનિયાને મોટું ઍલર્ટ આપતા દાવો કર્યો છે કે રશિયા, યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં ભારત સહિત 47 અલગ-અલગ દેશોના નાગરિકોનો ઉપયોગ મોહરા તરીકે કરી રહ્યું છે. તેમણે સીધી રીતે આ દેશોની સરકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને તેમને આ ખતરનાક સંઘર્ષનો હિસ્સો બનતા અટકાવે. ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયા જે દેશોના નાગરિકોનો યુદ્ધમાં ઉપયોગ કરી રહ્યું છે, તેમાં ભારત, ઘાના, નેપાળ, તાજિકિસ્તાન, યમન, કેન્યા, ઝિમ્બાબ્વે, ક્યૂબા, બેલારૂસ, સુદાન અને દક્ષિણ આફ્રિકા જેવા અનેક દેશો સામેલ છે. આ દેશોને સંબોધિત કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેઓ સારી રીતે જાણે છે કે રશિયા તેમના લોકો સાથે શું કરી રહ્યું છે. તે તમારા પોતાના નાગરિકો છે, તેમની સંભાળ રાખો અને તેમને કોઈ બીજા મોરચે જાન ગુમાવવા માટે ન છોડો. રશિયાને પોતાની નિષ્ફળતા છુપાવવા અને પોતાના પાગલપનની કિંમત તમારા દેશના લોકોના ભોગે ચૂકવવાની મંજૂરી ન આપવી જોઈએ.

