Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Relief for Indians going abroad, now no need for hard copy of boarding pass

વિદેશ જતા ભારતીયોને રાહત, હવે બોર્ડિંગ પાસની હાર્ડકોપીની જરૂર નથી

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
વિદેશ જતા ભારતીયોને રાહત, હવે  બોર્ડિંગ પાસની હાર્ડકોપીની જરૂર નથી
સોર્સ : gstv

વિદેશ પ્રવાસ (International Travel) કરતા ભારતીય મુસાફરો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લિયરન્સ (Immigration Clearance) દરમિયાન બોર્ડિંગ પાસની હાર્ડકોપી (Hard Copy) પર સ્ટેમ્પ લગાવવાની પ્રક્રિયા બંધ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા 1 સપ્ટેમ્બર, 2026થી અમલમાં આવી શકે છે.

App Store

ગૃહ મંત્રાલય (Home Ministry) હેઠળ આવતા બ્યુરો ઓફ ઈમિગ્રેશન (Bureau of Immigration) દ્વારા દેશના તમામ એરપોર્ટ અધિકારીઓને આ અંગે સત્તાવાર સૂચના આપવામાં આવી છે. નવી વ્યવસ્થા હેઠળ મુસાફરો પોતાના સ્માર્ટફોન (Smartphone)માં રહેલો ઈ-બોર્ડિંગ પાસ (E-Boarding Pass) બતાવીને ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી બોર્ડિંગ પાસની હાર્ડકોપી પર સ્ટેમ્પ લગાવવાની પ્રક્રિયાને કારણે મુસાફરો અને એરપોર્ટ સ્ટાફ બંનેને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઘણી વખત સ્ટેમ્પના કારણે બોર્ડિંગ પાસ પર છપાયેલી વિગતો અથવા બારકોડ (Barcode) વાંચવામાં મુશ્કેલી ઊભી થતી હતી. પરિણામે મુસાફરોને વધારાની ચકાસણી માટે રોકાવું પડતું હતું અને પ્રક્રિયામાં સમય પણ લાગતો હતો.

હાર્ડકોપી લઈ જશો તો પણ કોઈ રોકટોક નહીં

જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો ઈચ્છે તો બોર્ડિંગ પાસની હાર્ડકોપી પોતાની સાથે લઈ જઈ શકશે. પરંતુ 1 સપ્ટેમ્બરથી ઈમિગ્રેશન અધિકારીઓ હાર્ડકોપી પર કોઈ સ્ટેમ્પ (Stamp) લગાવશે નહીં. એટલે મુસાફરો માટે પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ રાખવો ફરજિયાત રહેશે નહીં.

CISFએ પહેલેથી જ સ્ટેમ્પિંગ બંધ કર્યું

આ પહેલાં એરપોર્ટની સુરક્ષા સંભાળતી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) પણ બોર્ડિંગ પાસ સ્ટેમ્પિંગની પ્રક્રિયા બંધ કરી ચૂકી છે. હવે ઈમિગ્રેશન વિભાગ દ્વારા પણ આ પ્રક્રિયા દૂર કરવામાં આવી રહી છે.

નવી ડિજિટલ (Digital) વ્યવસ્થાથી એરપોર્ટ પર મુસાફરોનો સમય બચશે અને ઈમિગ્રેશન પ્રક્રિયા વધુ સરળ તથા ઝડપી બનવાની આશા છે. ખાસ કરીને દરરોજ મોટી સંખ્યામાં વિદેશ જતાં મુસાફરો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.