VIDEO: અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા! ઈરાનના દાવાથી સમગ્ર વિશ્વ ચોંક્યું
અમેરિકા-ઈરાનનું યુદ્ધ ભયાનક તબક્કે પહોંચી ગયું છે. બંને દેશો એકબીજા પર ભારે હુમલાઓ કરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકાએ ઈરાનની રાજધાની તહેરાનમાં અનેક ઠેકાણાઓ પર હુમલાઓ કર્યા હતા. ત્યારે ઈરાને વળતો જવાબ આપીને જોર્ડનમાં તહેનાત અમેરિકન ફાઈટર જેટ પર મિસાઈલો અને ડ્રોનથી હુમલો કરીને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. ઈરાની સેનાએ દાવો કર્યો છે કે, તેણે અમેરિકાના ફાઈટર જેટ્સમાં ફ્યૂલ ભરનારા અનેક વિમાનો અને ફાઈટર જેટ્સને ધ્વસ્ત કરી દીધા છે. આ હુમલામાં અનેક લોકોને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનો પણ દાવો કર્યો છે. ઈરાને જોર્ડનની પ્રજાને વિનંતી કરી છે કે, તેઓ તેમના દેશમાં ઈસ્લામ વિરોધી અમેરિકન હિતોનો વિરોધ કરે. ઈરાની મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાની સેનાએ કહ્યું કે, તેઓએ ઈરાનમાં ઈરાની સૈનિકોની હત્યાનો બદલો લેવા માટે સીરિયાના અલ-તનફમાં એક અમેરિકન કમાન્ડ સેન્ટર પર પણ હુમલો કર્યો હતો. જોકે આ દાવા પર હજુ સુધી પુષ્ટી થઈ નથી. આ મામલે સીરિયાઈ સરકાર અને અમેરિકન સેના તરફથી પણ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

