Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Demonstration outside the Pakistan Consulate in Britain against the violence in PoK

VIDEO: પીઓકમાં હિંસાના વિરોધમાં બ્રિટનમાં પાકિસ્તાન કોન્સ્યુલેટ બહાર પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બર્મિંગહામમાં બ્રિટિશ કશ્મીરીઓએ પાકિસ્તાન કોન્સ્યુલેટની બહાર પોતાના જૂતાં ગોઠવીને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના રાવલકોટમાં થયેલી હત્યાઓ અને હિંસા સામે વિરોધ પ્રદર્શન કર્યું. પાકિસ્તાની સેના વિરોધી નારેબાજી કરતા તેમણે માંગ કરી કે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા રાવલકોટમાં અનેક હત્યાઓના અહેવાલો વચ્ચે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરીઓ પર થતી હિંસા તુરંત બંધ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી રાવલકોટથી મુઝ્ઝફરાબાદ તરફ થયેલી કૂચમાં સુરક્ષાદળોએ કરેલા અંધાધૂંધ ફાયયરિંગમાં ઘણા લોકોના મોત થયાં છે. આ ઘટના અંગે સ્થાનિકો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર્સે અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય મીડિયાને પોતાનો અવાજ ઉઠાવવા અપીલ કરી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News