મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા રદ, ભારત માટે મોટી જીત

ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મોતની સજા સંભળવવામાં આવી હતી, જે હવે રદ કરી દેવામા

યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા રદ, ભારત માટે મોટી જીત

ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મોતની સજા સંભળવવામાં આવી હતી, જે હવે રદ કરી દેવામાં આવી છે. ભારતના ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબૂબકર મુસલિયારના કાર્યાલય તરફથી નિવેદન જાહેર કરી આ મામલે પુષ્ટિ કરવામાં આવી છે. જોકે હજુ સુધી યમનની વર્તમાન સરકાર દ્વારા કોઈ લેખિત પુષ્ટિ થઈ નથી. ભારતના ગ્રાન્ડ મુફ્તી તરફથી કહેવામાં આવ્યું છે કે નિમિષા પ્રિયાને અગાઉ મોતની સજા સંભળાવવામાં આવી હતી તે સંપૂર્ણપણે રદ કરી દેવાઈ છે. 

યમનના પાટનગર સનામાં એક હાઈલેવલ બેઠક યોજાઈ 

એક અહેવાલ મુજબ યમનના પાટનગર સનામાં એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિમિષા પ્રિયા મૂળ કેરળના પલક્કડના વતની છે. વર્ષ 2008માં તેઓ નોકરી માટે યમન ગયા હતા અને ત્યાં તેમની મુલાકાત એક સ્થાનિક નાગરિક તાલાલ અબ્દો અહેમદી સાથે થઈ. યમનમાં યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થતાં નિમિષાએ તેના પતિ અને બાળકને ભારત પરત મોકલ્યા અને પોતે નર્સ તરીકે ફરજ બજાવતી રહી. નિમિષા અને તાલાલ અબ્દો અહેમદીએ પાર્ટનરશિપમાં એક ક્લિનિકની શરૂઆત કરી. જોકે થોડા દિવસો બાદ તેણે નિમિષાનું શોષણ કરવાની શરૂઆત કરી. તેણે નિમિષાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો હતો. વર્ષ 2017માં નિમિષાએ પોતાનો પાસપોર્ટ પરત લેવા માટે તે શખસને બેભાન કરવાનો પ્રયાસ કર્યો. અને પાસપોર્ટ લઈને ત્યાંથી ભાગી ગઈ. જોકે દવાના ઓવરડોઝના કારણે તે શખસનું નિધન થયું અને યમનના અધિકારીઓએ નિમિષાની ધરપકડ કરી. 

2018માં નિમિષાને હત્યા માટે દોષિત ઠેરાવામાં આવી અને  અને 2020માં યમનની કોર્ટે તેને મોતની સજા સંભળાવી. માનવાધિકાર સંગઠનો અને વિવિધ સામાજિક કાર્યકર્તાઓએ નિમિષાને બચાવવા માટે અભિયાન શરૂ કર્યું હતું. 

નિમિષાને મૃત્યુદંડની સજા મળવાની આખી વાત જાણો શું છે

કેરળની 34 વર્ષીય નર્સ નિમિષા પ્રિયા મૂળ પલક્કડ જિલ્લાની છે. 2008માં નિમિષા નોકરીની શોધમાં યમન ગઈ હતી. તે એક ખ્રિસ્તી પરિવારની છે. યમનની રાજધાની સનામાં, તેણી એક સ્થાનિક નાગરિક તલાલ અબ્દો મહદીને મળી, જેની સાથે તેણીએ ભાગીદારીમાં ક્લિનિક શરૂ કર્યું. થોડા સમય પછી, તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહદીએ નિમિષાને હેરાન કરવાનું શરૂ કર્યું અને જાહેરમાં પોતાને તેનો પતિ કહેવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેણે નિમિષાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો જેથી તે ભારત પાછી ન ફરી શકે.યમનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિમિષાએ 2017 માં પોતાનો પાસપોર્ટ પાછો મેળવવા માટે મહદીને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ જીવલેણ સાબિત થયો. કારણ કે મહદીનું મૃત્યુ સંભવિત ઓવરડોઝથી થયું હતું. આ પછી, યમનના અધિકારીઓએ તેની ધરપકડ કરી. 2018માં,તેને હત્યાનો દોષી ઠેરવવામાં આવી હતી અને 2020 માં યમનની કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી. આ કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે હેડલાઇન્સમાં બન્યો. માનવાધિકાર સંગઠનો અને સામાજિક કાર્યકરોએ તેની સજા સામે ઝુંબેશ શરૂ કરી. 

16મી મેના રોજ ફાંસી આપવાની કરી હતી જાહેરાત

નિમિષાને  યમનના રાષ્ટ્રપતિએ ફાંસી આપવાની જાહેરાત કરી હતી. અને આ ફાંસી 16મી તારીખ નક્કી કરવામાં આવી હતી.  16મી મેના રોજ ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, અને આ ફાંસીને ટાળવા માટે ભારત સરકારે ખાસ પ્રયાસ કર્યા હતા અને તે પ્રયાસો સફળ રહ્યા હતા. ભારતીય નર્સની ફાંસીને ટાળી દેવામાં આવી હતી.

પરિસ્થિતિ આ રીતે વણસી

ડિસેમ્બર 2024માં યમનના રાષ્ટ્રપતિ રશાદ અલ-અલીમીએ ફાંસીની સજાને મંજૂરી આપી ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, અને જાન્યુઆરી 2025 માં હુતી બળવાખોર નેતા મહદી અલ-મશાતે પણ તેની પુષ્ટિ કરી હતી. આ પછી, ભારતમાં ધાર્મિક અને રાજદ્વારી સ્તરે તેણીને બચાવવાના પ્રયાસો તીવ્ર બન્યા હતા.

હવે ગ્રાન્ડ મુફ્તીના કાર્યાલયે માહિતી આપી છે કે યમનમાં ઉચ્ચ-સ્તરીય બેઠક પછી, નિમિષાની ફાંસીની સજા રદ કરવામાં આવી છે, જોકે યમનની સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ મળી નથી.

આ સમાચાર શેર કરો