Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Cyber Attack on American Defense Headquarters Pentagon

VIDEO: અમેરિકન ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગન પર સાયબર હુમલો

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકાનું ડિફેન્સ હેડક્વાર્ટર એટલે કે પેન્ટાગોનના ડેટાબેઝ પર મોટો સાયબર હુમલો થયો છે. જેમાં 30 લાખથી વધુ સૈન્ય કર્મીઓની અંગત માહિતી લિક થઈ છે. આ માહિતી સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે. ડિફેન્સ મેનપાવર ડેટા સેન્ટરની સિસ્ટમમાં ગેરકાયદે યુઝર્સે ઓક્ટોબર ૨૦૨૫ થી જુલાઈ ૨૦૨૬ સુધી પહોંચ બનાવી હતી. આ ડેટા બ્રીચમાં ૨૭.૬ લાખ જીવિત લોકો અને ૨.૯૪ લાખ મૃત વ્યક્તિઓનો વ્યક્તિગત ડેટા ઉજાગર થઈ ગયો છે. જેમાં નામ, સોશિયલ સિક્યુરિટી નંબર, જન્મ તારીખ, કોન્ટેક્ટ ડિટેલ્સ અને નોકરીની વિગતો જેવી માહિતી સામેલ છે. DMDC એ પેન્ટાગોનનું મુખ્ય પર્સનલ રેકોર્ડ રિપોઝિટરી છે. આ એજન્સી ૬ કરોડથી વધુ રેકોર્ડ રાખે છે. આ ડેટા અન એન્ક્રિપ્ટેડ હતો, જેના કારણે જોખમ અનેકગણું વધી ગયું છે. જો કે અત્યાર સુધી ડેટાના દુરુપયોગનો કોઈ પુરાવો મળ્યો નથી. આ ઘટના અમેરિકી સૈન્ય કર્મીઓની સુરક્ષા અને સાયબર તૈયારીઓ પર સવાલો ઉભા કરેછે...

App Store