Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Crude oil prices fall after Trump's statement

VIDEO: ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન અને ચેતવણી બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો કડાકો બોલાયો છે અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરની નીચે પહોંચી ગયો છે. ટ્રમ્પે એક તરફ ઈરાનને કોઈ પણ પ્રકારની સમજૂતી ન થવાની સ્થિતિમાં સંપૂર્ણપણે તબાહ  કરી દેવાની કડક ચેતવણી આપી છે, તો બીજી તરફ ઓઇલના ભાવ ઝડપથી ઘટવાની ભવિષ્યવાણી પણ કરી છે. UNGAમાં સામેલ થયેલા ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપ્યાના થોડા જ કલાકોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હોવાની વાત શેર કરી હતી. આ બેઠક બાદ તેમણે દાવો કર્યો હતો કે આગામી સમયમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળશે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને 98 ડૉલર પ્રતિ બેરલની આસપાસ આવી ગઈ છે. આ ઉપરાંત ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઇલ 89 ડૉલર પ્રતિ બેરલ સુધી ગગડી ગયું છે, જ્યારે મરબન ક્રૂડ ઓઇલ પણ ઘટીને 108 ડૉલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે. અગાઉ આ તમામ કિંમતો 100 ડૉલરથી ઉપર ચાલી રહી હતી, જેના કારણે આયાત પર નિર્ભર દેશોમાં મોંઘવારીનું જોખમ વધી ગયું હતું.

App Store