મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સરકારી ખર્ચે જલસા? FBI ચીફ Kash Patel ગર્લફ્રેન્ડ સાથે $50,000ના લક્ઝરી સ્યુટમાં કોન્સર્ટ માણતા વિવાદોમાં!

Kash Patel ફરી એકવાર અમેરિકામાં ભારે ચર્ચા અને વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે તેમના

સરકારી ખર્ચે જલસા? FBI ચીફ Kash Patel ગર્લફ્રેન્ડ સાથે $50,000ના લક્ઝરી સ્યુટમાં કોન્સર્ટ માણતા વિવાદોમાં!
આ સમાચાર સાંભળો

Kash Patel ફરી એકવાર અમેરિકામાં ભારે ચર્ચા અને વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે તેમના પર સરકારી સંસાધનો (Government Resources) નો વ્યક્તિગત ઉપયોગ કરીને ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી ટ્રિપ (Luxury Trip) માણવાનો આરોપ લાગ્યો છે.

અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, FBIના સત્તાવાર પ્રવાસ (Official Tour) દરમિયાન કાશ પટેલ પોતાની ગર્લફ્રેન્ડ Alexis Wilkins સાથે ખાસ સમય પસાર કરતા જોવા મળ્યા હતા.

FBIના પ્રાઇવેટ જેટથી ફિલાડેલ્ફિયા પહોંચ્યા

રિપોર્ટ મુજબ, 10 મે 2025ના રોજ કાશ પટેલ અને તેમની 27 વર્ષીય ગર્લફ્રેન્ડ FBIના Gulfstream-V Jet દ્વારા વોશિંગ્ટનથી ફિલાડેલ્ફિયા પહોંચ્યા હતા. અહીં બંનેએ પ્રખ્યાત કન્ટ્રી મ્યુઝિક સ્ટાર્સ George Strait અને Chris Stapletonના કોન્સર્ટનો આનંદ લીધો હતો.

દાવો કરવામાં આવ્યો છે કે બંનેએ લગભગ 35 હજારથી 50 હજાર ડોલર કિંમતના પ્રાઇવેટ સૂટ (Private Suite) માંથી કોન્સર્ટ જોયો હતો.

FBI અધિકારીઓને મોડીરાત સુધી કરવી પડી રાહ

આ મામલો વધુ વિવાદાસ્પદ ત્યારે બન્યો જ્યારે માહિતી સામે આવી કે FBI ફ્લાઇટ ક્રૂ અને સુરક્ષા અધિકારીઓને રાતે મોડે સુધી ફરજ પર રહેવું પડ્યું. રિપોર્ટ્સ મુજબ, કોન્સર્ટ પૂર્ણ થયા પછી રાત્રે લગભગ 11 વાગ્યા સુધી અધિકારીઓ કાશ પટેલ અને તેમની ગર્લફ્રેન્ડની બહાર આવવાની રાહ જોતા રહ્યા, જેના કારણે ઓવરટાઇમ ખર્ચ (Overtime Cost) પણ વધ્યો.

FBIએ આરોપોને ગણાવ્યા ભ્રામક

Federal Bureau of Investigation (FBI)એ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. એજન્સીના પ્રવક્તા બેન વિલિયમસને જણાવ્યું કે એલેક્સિસ વિલ્કિન્સ “આમંત્રિત મહેમાન” (Invited Guest) તરીકે આ પ્રવાસમાં જોડાયા હતા.

તેમણે કહ્યું કે FBIના વડા ઘણીવાર નેશનલ સિક્યોરિટી (National Security) અને સૈન્ય ભાગીદારો સાથે સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપે છે અને મીડિયા રિપોર્ટ્સ ગેરમાર્ગે દોરનારી છે.

અગાઉ પણ થઈ ચૂક્યા છે વિવાદો

આ પહેલો પ્રસંગ નથી જ્યારે કાશ પટેલના પ્રવાસોને લઈને વિવાદ ઉભો થયો હોય. અગાઉ હવાઈમાં આવેલ USS Arizona Memorial નજીક થયેલી VIP Snorkel Tripને લઈને પણ તેમની ટીકા થઈ હતી.

ટીકાકારોએ કહ્યું હતું કે ઐતિહાસિક અને સંવેદનશીલ સ્થળો પર આવી પ્રવૃત્તિઓ ખોટો સંદેશ આપે છે.

વિન્ટર ઓલિમ્પિક્સનો વીડિયો પણ થયો હતો વાયરલ

તે ઉપરાંત મિલાન વિન્ટર ઓલિમ્પિક્સ (Milan Winter Olympics) દરમિયાન પણ કાશ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ અમેરિકન હોકી ટીમના ખેલાડીઓ સાથે ઉજવણી કરતા અને બિયર પીતા જોવા મળ્યા હતા.

જોકે કાશ પટેલે દરેક વખત સ્પષ્ટતા કરી છે કે તેમની તમામ યાત્રાઓનો સત્તાવાર હેતુ (Official Purpose) હતો અને વ્યક્તિગત ખર્ચ તેઓ પોતે ઉઠાવતા હતા.

આ સમાચાર શેર કરો