VIDEO: ચીન સતત 22 મહિનાથી સોનું ખરીદી વધારી રહ્યું છે ગોલ્ડ રિઝર્વ
સોર્સ : gstv
ચીન મોંઘા સોનાની સતત ખરીદી કરીને પોતાનું ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યું છે. ઓગસ્ટ 2026માં ચીનની પીપલ્સ બેંકે પોતાના ગોલ્ડ રિઝર્વમાં 20 ટનથી વધુ સોનું ઉમેર્યું છે. આ સાથે સતત 22મા મહિને ચીનના સોનાની ખરીદીનો સિલસિલો ચાલુ રહ્યો છે. તાજી ખરીદી બાદ ચીનનું ગોલ્ડ રિઝર્વ વધીને 2,387 ટન થયું છે. ઓગસ્ટમાં ચીનના ગોલ્ડ રિઝર્વમાં જુલાઈની સરખામણીએ આશરે 6.5 લાખ ઔંસનો વધારો થયો છે, જે ઓક્ટોબર 2023 બાદ એક મહિનામાં સૌથી મોટો વધારો છે. સોનાના ભાવ ઊંચા હોવા છતાં ચીનની સતત ખરીદી પાછળ રિઝર્વમાં વૈવિધ્ય લાવવાની વ્યૂહરચના મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે.

