VIDEO: ટ્રમ્પ સાથે બેઠક પહેલાં ચીને સ્પષ્ટ કરી ચાર ‘રેડ લાઇન્સ’
સોર્સ : gstv
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક પહેલાં બંને દેશો વચ્ચે ફરી તણાવ જોવા મળી રહ્યો છે. ચીને અમેરિકા સામે ચાર મહત્વપૂર્ણ ‘રેડ લાઇન્સ’ સ્પષ્ટ કરી છે, જેના પર કોઈ સમાધાન નહીં કરવાની વાત કરી છે. અમેરિકામાં ચીનના રાજદૂત શે ફેંગે લેખમાં તાઈવાનને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ગણાવ્યો છે. આ ઉપરાંત લોકશાહી અને માનવાધિકાર, ચીનનો વિકાસ માર્ગ તથા રાજકીય વ્યવસ્થા અને વિકાસ કરવાનો અધિકાર પણ ચીનની ચાર પ્રાથમિકતાઓમાં સામેલ છે. ચીની રાજદૂતે અમેરિકાને ચીન પર દબાણ વધારવા માટે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક અસંતુલન જેવા મુદ્દાઓનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે.

