Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Brake on AI speed otherwise mankind will be in danger, will have to face cyber attack

VIDEO: AIનીઝડપ પર બ્રેક મારો નહીં તો માનવજાત ખતરામાં આવશે, સાઇબર હુમલાનો કરવો પડશે સામનો

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ જે ગતિથી આગળ વધી રહ્યું છે તેને લઇને હવે એઆઇ કંપનીના સંચાલકો જ ચિંતામાં મુકાયા છે. જાણિતી એઆઇ કંપની એન્થોપિકના સીઇઓ ડેરિઓ એમોડેઇએ કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે એઆઇની ગતિ ધીમી પાડવાની જરૂર છે, જેથી એઆઇના જે ખતરા છે તેને પહોંચી વળવા માટે સરકારોને પુરતો સમય મળી રહે.


એન્થોપિકના સીઇઓએ વધુમાં કહ્યું હતું કે એઆઇ બહુ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, એટલુ જ નહીં એઆઇ આગામી જનરેશનનું એઆઇ પણ ડેવલપ કરી રહ્યું છે. એક એઆઇ કંપનીએ કહ્યું હતું કે એઆઇ એજન્ટ્સ ટાર્ગેટ નહોતો અપાયો ત્યાં પણ સાઇબર હુમલા કરવા લાગ્યા હતા. એઆઇ ટૂલ્સ આઉટ ઓફ કન્ટ્રોલ જઇ રહ્યા છે. એઆઇના એજન્ટ્સ એકબીજાનો સંપર્ક કરી રહ્યા છે. એન્થ્રોપિકના સીઇઓએ વધુમાં કહ્યું હતું કે એઆઇને તૈયાર કરવામાં તાલમેલ જરૂરી છે. જો એઆઇ પર કાબુ રાખવામાં ના આવ્યો તો આગામી છ મહિનામાં એઆઇ એજન્ટ્સ એક થઇને ઇન્ટરનેટ પર કબજો કરી શકે છે.


તેમણે વધુમાં કહ્યું હતું કે મને લાગી રહ્યું છે કે એઆઇના ઘણા ફાયદા છે પરંતુ સવાલ તેના ખતરાને પહોંચી વળવા માટેની તૈયારીનો છે. એઆઇના વિકાસને ધીમો પાડવાની જરૂર છે, જેથી તેના ખતરાઓને પહોંચી વળવા માટે યોગ્ય પગલા લેવા સમય મળી શકે. ૨૦૨૩થી જ એઆઇની ગતિ ધીમી પાડવા પર ચર્ચા શરૂ થઇ હતી જોકે તે સમયે તેના ખતરા એટલા સામે નહોતા દેખાતા એટલે કોઇએ ગંભીરતાથી ના લીધું, હાલ તેના ખતરા સામે આવ્યા છે અને આગામી છ મહિનામાં એઆઇ ઇન્ટરનેટ પર હાવી થઇ જશે.