Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Bodies of Bardoli father-daughter found while trekking in Nepal

VIDEO: નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ 19 દિવસ બાદ બરફ નીચે દટાયેલા મળ્યા

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેપાળના મનાંગ જિલ્લામાં આવેલા અન્નપૂર્ણા પર્વત-3ના ટ્રેકિંગ દરમિયાન સુરતના બારડોલીના પિતા-પુત્રી ગુમ થયા હતા. બે અઠવાડિયાથી વધુ સમયથી સંપર્ક ન થતાં પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. ભારે હિમવર્ષા વચ્ચે સંપર્ક વિહોણા બેનાલા પિતા-પુત્રીના મૃતદેહ 19 દિવસ બાદ બરફ નીચે દટાયેલા મળ્યા છે. 

App Store

ટ્રેકિંગનો પ્રવાસ અને સંપર્ક તૂટ્યો

મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાના કડોદના રહેવાસી જિગ્નેશ પટેલ અને તેમની પુત્રી પ્રિયદર્શિનીએ 14મી ઓક્ટોબરે કડોદથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો. તેઓ 16 ઓક્ટોબરે ટ્રેન દ્વારા સુરતથી ગોરખપુર પહોંચ્યા હતા 

કાઠમંડુથી વિમાન દ્વારા મૃતદેહ પરત લાવવા માટે પ્રયાસ

17મી ઓક્ટોબરે સુનોલી સરહદ પાર કરીને કાઠમંડુ પહોંચ્યા હતા. 18મી ઓક્ટોબરે બસ મારફતે બસીશેર થઈને તેઓ મનાંગ ગયા. બંનેના મૃતદેહને માદરે વતન કડોદ લાવવા માટે દિલ્હી ખાતે વાટાઘાટો કરવામાં આવી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે કાઠમંડુથી વિમાન દ્વારા મૃતદેહ પરત લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.