VIDEO: WMOની મોટી ચેતવણી, અલનિનો અસર ફેબ્રુઆરી-2027 સુધી ચાલશે
સોર્સ : gstv
દુનિયાભરના હવામાન નિષ્ણાતો અલ નીનોને લઈને ગંભીર ચેતવણી આપી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના જણાવ્યા મુજબ, આ વર્ષની આ હવામાન ઘટના ૧૯૫૦ પછીની સૌથી ભયાનક અને મજબૂત સ્થિતિમાં પહોંચી શકે છે. પ્રશાંત મહાસાગરમાં એકઠી થયેલી ભારે ગરમી બહાર નીકળવાને કારણે આગામી મહિનાઓમાં પૃથ્વીનો મોટો ભાગ અસામાન્ય રીતે ગરમ રહેશે. હવામાન વૈજ્ઞાનિક રયાન માઉએ જણાવ્યું કે, શિયાળામાં પણ અલ નીનો પોતાની પૂરી તાકાત સાથે સક્રિય રહેશે, જેનાથી અમેરિકા સિવાય સમગ્ર વિશ્વમાં તાપમાન વધશે. WMO અનુસાર આ અસર ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી રહેવાની શક્યતા છે. વૈજ્ઞાનિક જેક હોસફાધરના મતે, આ વખતે સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ૩.૪ ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ વધી ગયું છે, જે અત્યાર સુધીના તમામ રેકોર્ડમાં સૌથી વધુ છે.

