VIDEO: વિયેતનામમાં મોટી હોનારત ૩૨ ભારતીયો ભરેલી સ્પીડબોટ ડૂબી ૧૫ના મોતની આશંકા
સોર્સ : gstv
વિયેતનામના ફૂ ક્વોક ટાપુ પાસે ૩૨ ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક સ્પીડબોટ દરિયામાં પલટી જતાં ભારે અરેરાટી મચી ગઈ છે. સ્થાનિક સમય મુજબ શનિવારે બપોરે એક વાગ્યે પ્રવાસીઓને લઈને જઈ રહેલી બોટ અચાનક પલટી મારતા તમામ લોકો દરિયામાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં ૧૫ ભારતીય પ્રવાસીઓના મોતની આશંકા છે, જ્યારે ૧૭ લોકોને બચાવી લેવાયા છે. હનોઈમાં ભારતીય દૂતાવાસ અને હો ચી મિન્હ સિટી સ્થિત વાણિજ્ય દૂતાવાસ દ્વારા ત્વરિત સહાય અને પૂછપરછ માટે ખાસ કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. સ્થાનિક સત્તાવાળાઓ, કોસ્ટ ગાર્ડ અને બચાવ ટુકડીઓ દ્વારા દરિયામાં હજુ પણ સઘન સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

