Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Ban ships entering without permission', Iran's major decision on Hormuz pp

VIDEO: 'પરવાનગી વિના પ્રવેશતા જહાજોને પ્રતિબંધિત કરીશું', મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે હોર્મુઝને લઈને ઈરાનનો મોટો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Iran-US Persian Gulf Tension: ઈરાન અને અમેરિકા વચ્ચે ફારસની ખાડીમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સ્થિતિ વચ્ચે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ મોહસિન રેઝાઈએ રવિવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટ બહાર એક નવો પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવશે. આ નવો વિસ્તાર અમેરિકન નૌસેનાની બ્લોકેડ લાઇનથી શરૂ થઈને ફારસની ખાડીના કેટલાક ભાગો સુધી વિસ્તરેલો હશે. રેઝાઈના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ વિસ્તારમાં પ્રવેશ કરનાર કોઈપણ જહાજને ઈસ્લામિક રિપબ્લિકની પ્રતિબંધિત યાદીમાં સામેલ કરી દેવામાં આવશે.

App Store

હોર્મુઝ સ્ટ્રેટ 'સંપૂર્ણ બંધ' હોવાનો ઈરાનનો દાવો

મોહસિન રેઝાઈએ દાવો કર્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં 'સંપૂર્ણપણે બંધ' છે. તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને 'મોટુ જૂઠ' ગણાવ્યું હતું જેમાં જળમાર્ગ ખુલ્લો હોવાનું કહેવાયું હતું. હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી દરરોજ માત્ર સાતથી આઠ જહાજો જ પસાર થઈ રહ્યા છે, જેમાંથી પાંચથી છ જહાજો તો ઈરાન માટે જરૂરી સામાન લઈને આવી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકા ક્યારેક ઓમાન પાસેથી પસાર થતા એક રસ્તેથી પાંચ-છ જહાજોને આગળ જવાની પરવાનગી આપે છે, પરંતુ આ જહાજોને પણ અવારનવાર નિશાન બનાવવામાં આવે છે.

ઓમાન સાથે સમજૂતી અને અમેરિકા સાથેનો સંઘર્ષ

હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર માટે ઓમાન સાથે જે નકશાઓ પર સંમતિ બની છે, તેના પર આગામી દિવસોમાં હસ્તાક્ષર કરવામાં આવશે. આ પગલાથી ઈરાન અને ઓમાન વચ્ચે જહાજોના માર્ગને લઈને બનેલી વ્યવસ્થાને ટૂંક સમયમાં ઔપચારિક રૂપ મળશે. બીજી તરફ, અમેરિકન ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે દાવો કર્યો છે કે ઈરાન પાસે આશરે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ બચ્યું છે જે ચીને હજુ સુધી ખરીદ્યું નથી અને અમેરિકન નાકેબંધીના કારણે તેહરાન આ ઓઇલની સપ્લાય નહીં કરી શકે. આ તણાવ વચ્ચે ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ-બઘેર ગાલીબાફે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું છે કે 'ખૂબ મોડું થઈ જાય તે પહેલાં અમેરિકા સમજી લે કે ઈરાન સાથેના સંઘર્ષના નિયમો હવે બદલાઈ ચૂક્યા છે.'