VIDEO: ઓમાન નજીક કોમર્શિયલ જહાજ પર હુમલો, 11 ભારતીય નાવિકો ઘાયલ
સોર્સ : gstv
ઓમાનના દરિયાકાંઠા નજીક પનામાના ધ્વજવાળા કોમર્શિયલ જહાજ ‘MT On Peace’ પર પ્રોજેક્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા જહાજ પર થયેલા હુમલામાં 12 ક્રૂ સભ્યો ઘાયલ થયા છે, જેમાં 11 ભારતીય નાવિકોનો સમાવેશ થાય છે. હુમલા બાદ ઓમાનના સુરક્ષા અધિકારીઓની મદદથી તમામ ઘાયલોને સુરક્ષિત બહાર કાઢી ખસાબ શહેરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જહાજમાં કુલ 19 ક્રૂ સભ્યો હતા, જેમાં 17 ભારતીય નાગરિકો હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. ભારતે હુમલાની નિંદા કરી ઓમાનના અધિકારીઓનો આભાર માન્યો છે. વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં વેપારી જહાજો અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવા હુમલા તાત્કાલિક રોકવાની અપીલ કરી છે.

