VIDEO: કેમિસ્ટ્રી માટે નોબેલ પુરસ્કારની જાહેરાત
સોર્સ : gstv
રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સિસે 2026 માટે કેમિસ્ટ્રીના નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દીધી છે. આ વર્ષે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર હેનરી કાગન અને 95 વર્ષીય કેન્સો સોઈને આપવામાં આવશે. તેમને આ સન્માન એસિમેટ્રિક ઓર્ગેનિક સિન્થેસિસમાં નોન-લિનિયર ઈફેક્ટ્સ અને ઓટોકેટેલિસિસની શોધ માટે આપવામાં આવી રહ્યું છે. હેનરી કાગન ફ્રાન્સની પેરિસ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે, જ્યારે કેન્સો સોઈ ટોક્યો યુનિવર્સિટી ઓફ સાયન્સ સાથે સંબંધ ધરાવે છે. કાગનની શોધથી દવાઓ, ફ્લેવર અને સુગંધના નિર્માણમાં મદદ મળશે. તો બીજી તરફ કેન્સો સોઈએ વિશ્વની પહેલી એવી કેમિકલ રિએક્શન તૈયાર કરી, જેમાં માત્ર એક જ સંભવિત મિરર ઈમેજ બની. નોબેલ કમિટીના જણાવ્યા અનુસાર, સોઈની આ રિએક્શન રસાયણ વિજ્ઞાનના સૌથી શાનદાર પ્રયોગોમાંથી એક છે.

