VIDEO: મારા વિરુદ્ધ એફઆઈઆરની સંખ્યા 100 સુધી પહોંચે, જે મારા માટે મેડલઃ રાહુલ
સોર્સ : gstv
રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનના વિપક્ષી સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર અડગ છે. રાહુલ ગાંધીએ પોતાની સામે નોંધાયેલી FIRને લઈને નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે, તેમની સામે અત્યાર સુધી 45 FIR છે અને તેઓ આ સંખ્યાને 100 સુધી લઈ જવા માંગે છે, દરેક FIRને તેમણે ‘મેડલ’ ગણાવી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો FIRની સંખ્યા વધીને 100 સુધી પહોંચશે તો પણ તેઓ પોતાની લડાઈમાંથી પાછળ નહીં હટે અગાઉના વિરોધ બાદ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ સામે FIR પણ નોંધાઈ છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, FIRની સંખ્યા વધવાથી તેમના વિરોધ પ્રદર્શન અને રાજકીય વલણ પર કોઈ અસર નહીં થાય.

