VIDEO: ઈજિપ્તમાં સવારે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતા નોંધાઈ
સોર્સ : gstv
ઈજિપ્તના અનેક વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂમધ્ય સાગર વિસ્તારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 નોંધાઈ હતી. જર્મનીના ભૂ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપ આવ્યા બાદ ઈજિપ્ત રેડ ક્રેસન્ટે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત પ્રાંતોમાં પોતાની ઈમરજન્સી રિસ્પોન્સ યોજના સક્રિય કરી દીધી છે. સંસ્થાના જણાવ્યા મુજબ, પ્રાથમિક અહેવાલો અનુસાર અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા પાયે આર્થિક નુકસાનના સમાચાર નથી. જોકે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

