Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : America/ Paddle attack at Walmart in Michigan: 11 people injured, suspect arrested

America/ મિશિગનમાં વૉલમાર્ટમાં ચપ્પુથી હુમલો: 11 લોકો ઘાયલ, આરોપી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
America/ મિશિગનમાં વૉલમાર્ટમાં ચપ્પુથી હુમલો: 11 લોકો ઘાયલ, આરોપી ઝડપાયો
સોર્સ : google

USA Wallmart news : અમેરિકાથી ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ટ્રેવર્સ સિટી નજીક આવેલા એક વૉલમાર્ટમાં હુમલાખોરે ચપ્પા વડે હુમલો કરીને લગભગ 11 જેટલાં લોકોને નિશાન બનાવતા હડકંપ મચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે આ હુમલામાં 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામની હાલ ટ્રેવર્સ સિટીમાં આવેલી મુનસુન મેડિકલ સેન્ટર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

App Store

લોકોને પોલીસ દ્વારા વૉલમાર્ટથી દૂર રહેવા અપીલ 

આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતાં પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી હતી. હજુ આ મામલે વધારે વિગતો જાહેર કરવામાં આવી નથી પરંતુ પોલીસ વતી સ્થાનિકોને ઘટનાસ્થળની દૂર રહેવા અપીલ કરવામાં આવી છે કેમ કે સ્થિતિ હજુ નાજુક છે.  મિશિગન સ્ટેટ પોલીસે પણ ઘટનાની પુષ્ટી કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તપાસ ચાલુ હોવાની જાણકારી આપી હતી.