VIDEO: દક્ષિણ કોરિયામાં ભીષણ હીટ વેવનો કાળો કેર, 122 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો
દક્ષિણ કોરિયામાં ભીષણ ગરમીને પગલે જનતા ત્રાહિમામ પોકારી રહી છે. સિઓલમાં તેની પ્રથમ ગંભીર હીટ વેવ ચેતવણી આપી દેવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ કોરિયાના અનેક શહેરો ઘાતક હીટ વેવથી ઝઝૂમી રહ્યા છે. દક્ષિણ-પૂર્વના શહેર યાંગસાનમાં રવિવારે બપોરે 42.5 ડિગ્રીનું ઓલ-ટાઇમ હાઇ રૅકોર્ડ તાપમાન પહોંચી ગયું હતું, જે 122 વર્ષના હવામાન અવલોકનોમાં માપવામાં આવેલું સૌથી વધુ તાપમાન છે, અને હવે આ ગરમી પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, જે 90 લાખથી વધુ વસ્તી ધરાવતી ગીચ રાજધાની તરફ આવી રહી છે, જ્યાં મંગળવારે તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની અને ત્યારબાદ સતત ત્રણ દિવસ 37 ડિગ્રી રહેવાની ધારણા છે. કોરિયા ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન એજન્સીના જણાવ્યા અનુસાર, મે મહિનાથી દક્ષિણ કોરિયામાં ગરમી સંબંધિત 16 મોત નોંધાયા છે, અને 2,000થી વધુ લોકોની ગરમી સંબંધિત બીમારીઓ માટે સારવાર કરવામાં આવી છે.

