VIDEO: ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોમાં નવો વળાંક: પીએમ મોદીની મોટી જાહેરાત!
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં ઓકલેન્ડમાં બિઝનેસ અને સ્પોર્ટ્સ ઇવેન્ટ દરમિયાન તેમણે જણાવ્યું કે ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધો અત્યારે એક મહત્વપૂર્ણ વળાંક પર છે. બંને દેશો હવે પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલી રહ્યા છે, જે ઉજ્જવળ ભવિષ્યનો નવો સંકલ્પ છે.આ મુલાકાત દરમિયાન બંને દેશોએ દરિયાઈ સહયોગ મજબૂત કરવા માટે 'મેરીટાઇમ કોઓપરેશન અરેન્જમેન્ટ' અને મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટ પર સહમતિ સાધી છે. આ અંતર્ગત હવે દર વર્ષે મેરીટાઇમ સિક્યોરિટી ડાયલોગ યોજાશે, જેનાથી સંરક્ષણ ક્ષેત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે નિયમિત સંપર્ક અને સહયોગ વધુ મજબૂત બનશે.

