Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 49 killed in airstrike in Myanmar

VIDEO: મ્યાનમારમાં એરસ્ટ્રાઈકમાં 49 લોકોનાં મોત

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મ્યાનમારના રખાઈન રાજ્યમાં સૈન્ય શાસન દ્વારા કરવામાં આવેલી ભીષણ એરસ્ટ્રાઈકથી ચારેય તરફ હાહાકાર મચી ગયો છે.જ્યાં એક ભીડભાડવાળી બજાર નજીક થયેલા આ હવાઈ હુમલામાં 49 નિર્દોષ લોકોના મોત થયા છે.આ ગોઝારા હુમલામાં અન્ય 58 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે. ઈજાગ્રસ્તોમાં અનેક લોકોની હાલત ગંભીર બતાવાઈ રહી છે . જેમાંથી 22 ઇજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે..રખાઈનના આ બળવાખોર પ્રભાવિત વિસ્તારમાં થયેલા હુમલાને કારણે બજારમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો અને દુકાનદારો સીધા નિશાન બન્યા હતા. મ્યાનમારની અરાકાન આર્મી દ્વારા આ ક્રૂર હુમલા પાછળ સૈન્ય દળો પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

App Store