Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : 10 Gujaratis stranded in Myanmar, Savli MLA writes letter

Vadodara news: 10 ગુજરાતી મ્યાનમારમાં ફસાતા સાવલી ધારાસભ્યનો વિદેશ મંત્રાલયને પત્ર, પરત લાવવા કરી માંગ

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Vadodara news: 10 ગુજરાતી મ્યાનમારમાં ફસાતા સાવલી ધારાસભ્યનો વિદેશ મંત્રાલયને પત્ર, પરત લાવવા કરી માંગ
સોર્સ : GSTV

વડોદરામાં સાવલીના સાંઢાસાલ ગામના 10 લોકો સહિત દેશના જુદા જુદા સ્થળોથી ગયેલા 100 જેટલા યુવાઓ મ્યાનમારમાં ફસાયાની ઘટના બની છે. ડેટા એન્ટ્રીમાં નોકરીની લાલચ આપી આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા. આ યુવકોએ વીડિયોના માધ્યમથી ભારત સરકાર તથા રાજ્ય સરકાર પાસે તાત્કાલિક મદદની માગ કરી છે.ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આ મામલે વિદેશ મંત્રાલયને પત્ર લખી ફસાયેલા યુવક-યુવતીઓને તાત્કાલિક પરત વતન લાવવા માંગ કરી છે.  

App Store

યુવકોને સ્થાનિક એનજીઓ દ્વારા આશરો આપવામાં આવ્યો

હાલમાં આ યુવકોને સ્થાનિક એનજીઓ દ્વારા આશરો આપવામાં આવ્યો છે. છેલ્લા 20 દિવસથી ઈમિગ્રેશન થઈ ગયું હોવા છતાં કોઈ મદદ કે રસ્તો નહીં નીકળતા તેમણે સરકાર પાસે મદદ માગી છે. તેમણે એક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. પૈસા ખૂટી ગયા હોવાથી ગુજરાતના યુવાનોએ સરકાર પાસે મદદ માગી છે.