Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 22 killed in Pakistan airstrike in Afghanistan

VIDEO: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને ફરી ભીષણ એરસ્ટ્રાઈક કરતાં 22 લોકોના મોતની આશંકા

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલો વિવાદ હવે અત્યંત ભયાનક વળાંક લઈ રહ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ ગુરુવારે અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં ભયાનક એરસ્ટ્રાઈક કરીને ભારે વિનાશ વેર્યો છે. આ ભીષણ હવાઈ હુમલામાં 22 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 11 થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. સ્થાનિક પ્રાંતિય અધિકારીઓના અહેવાલ બાદ પાકિસ્તાન સરકારે પણ આ એરસ્ટ્રાઈકની પુષ્ટિ કરી છે. જોકે, ઈસ્લામાબાદે દાવો કર્યો છે કે માર્યા ગયેલા તમામ લોકો આતંકવાદી હતા, પરંતુ સ્થાનિક સ્તરેથી આવતા અહેવાલો તદ્દન અલગ ચિત્ર ઉપસાવી રહ્યા છે.  હેલમંદ પ્રાંતના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા મૌલાના શેર મોહમ્મદ વહદતે જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈન્ય દ્વારા હેલમંદના ગરમસિર જિલ્લામાં બે સામાન્ય રજિસ્ટ્રેશન ધરાવતા રહેણાંક મકાનોને સીધા નિશાન બનાવીને બોમ્બમારો કરવામાં આવ્યો હતો.        

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News