Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : pakistan strike in afghanistan

VIDEO: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની 10 એરસ્ટ્રાઇક, તાલિબાને આપી બદલાની ધમકી

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં આવેલા 10 અલગ-અલગ સ્થળો પર હવાઈ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારે જણાવ્યું હતું કે આ સ્થળોનો ઉપયોગ ડ્રોન સ્ટોર કરવા અને તેના દ્વારા હુમલા કરવા માટે કરવામાં આવતો હતો. જેમાંથી કેટલાક ડ્રોનનો ઉપયોગ એક દિવસ અગાઉ પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની વાયુસેના દ્વારા આ હુમલાઓ મર્યાદિત લશ્કરી ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને ચોકસાઈપૂર્વક પાર પાડવામાં આવ્યા છે અને અફઘાનિસ્તાન તરફથી જો કોઈ વધુ ઉશ્કેરણીજનક પગલું ભરાશે તો તેનો મક્કમ જવાબ આપવામાં આવશે તેમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઇસ્લામિક આતંકવાદીઓના હુમલા અને સરહદ પારની ગતિવિધિઓને લઈને લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ ભારે સંઘર્ષ જોવા મળ્યો હતો. ઇસ્લામાબાદ દ્વારા વારંવાર એવા આક્ષેપો કરવામાં આવે છે કે કાબુલ સરકાર પાકિસ્તાન વિરોધી આતંકવાદીઓને આશ્રય આપી રહી છે, જ્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે આંતરિક સુરક્ષા એ પાકિસ્તાનની પોતાની સમસ્યા છે.

App Store