VIDEO: ઝિમ્બાબ્વેના કરીબા તળાવમાં હોડી પલટી જતાં 15 લોકોના મોત
સોર્સ : gstv
ઝિમ્બાબ્વેના કરીબા તળાવમાં મુસાફરોથી ભરેલી હોડી પલટી જતાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે જહાજમાં 90 મુસાફરો અને 5 ક્રૂ સભ્યો સવાર હતા, જ્યારે ટિકિટના વેચાણના આધારે આ સંખ્યા 114 સુધી હોવાની શંકા છે. સિવિલ પ્રોટેક્શન યુનિટ એ પુષ્ટિ કરી છે કે અત્યાર સુધીમાં 77 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે અને મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલમાં તંત્ર દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ માટે સઘન બચાવ કામગીરી ચાલુ છે.

