IND vs ZIM: અભિષેક શર્માએ આક્રમક અંદાજમાં સેન્ચુરી ફટકારી, ઝિમ્બાબ્વેના બોલરોને ધોઈ નાખ્યા

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી-20 શ્રેણીની બીજી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં અભિષેક શર્માએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 2 વિકેટના નુકસાને 234 રન બનાવ્યા હતા.
46 બોલમાં અભિષેકે સેન્ચુરી પૂરી કરી
યુવા ખેલાડી અભિષેક શર્માએ સતત ત્રણ સિક્સ મારી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી મારી હતી. અભિષેકે 46 બોલમાં સેન્ચુરી પૂરી કરી હતી. ઝિમ્બાબ્વે સામે સદી ફટકારનાર તે પ્રથમ ભારતીય બન્યો હતો. જોકે, સદી ફટકારીને મસાકાડઝા શિકાર બન્યો હતો.
ગાયકવાડે પણ શાનદાર ફિફ્ટી ફટકારી
ઋતુરાજ ગાયકવાડે 47 બોલમાં 11 ફોર અને એક સિક્સ સાથે અણનમ 77 રન, રિંકુ સિંહ 22 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે અણનમ 48 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન શુભમન ગિલ 2 રન બનાવીને આઉટ થયો હતો.
બંને ટીમની પ્લેઇંગ ઈલેવન
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, રિયાન પરાગ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, હર્ષિત રાણા અને મુકેશ કુમાર.
ઝિમ્બાબ્વેઃ એલેક્ઝાન્ડર રઝા (કેપ્ટન), કૈયા ઈનોસન્ટ, ડીયોન માયર્સ, વેસ્લી મધેવર, બ્રાયન બેનેટ, કેમ્પબેલ જોનાથન, ટેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, વેલિંગ્ટન મસાકાડઝા, બ્રાન્ડોનમાવુથા, મુઝારાબાની બ્લેસિંગ.
પાંચ મેચનો ટી-20 કાર્યક્રમ
6 જુલાઈ- પ્રથમ ટી20, હરારે
7 જુલાઈ- બીજી ટી20, હરારે
10 જુલાઈ- તીસરા ટી20, હરારે
13 જુલાઈ- ચોથા ટી20, હરારે
14 જુલાઈ- પાંચવાં ટી20, હરારે

