VIDEO:ANDARNI VAAT/કેરલમમાં હાથીના ત્રાસથી લોકો ત્રાહીમામ
કેરલમના પથનમથિટા જિલ્લાના થન્નીથોડ ગામમાં વન્યપ્રાણી અને માણસ વચ્ચેના સંઘર્ષની વધ

કેરલમના પથનમથિટા જિલ્લાના થન્નીથોડ ગામમાં વન્યપ્રાણી અને માણસ વચ્ચેના સંઘર્ષની વધારે એક ઘટના સામે આવી હતી. અહિયા ગ્રામ વિસ્તારમાં હાથીનું બચ્ચુ ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્રારા જેસીબી દ્રારા ઉંડા કુવામાં કેનાલ બનાવીને હાથીના બચ્ચાને બહાર કાઢ્યું હતું. કલાકોની જહેમત બાદ બચ્ચાને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. બચ્ચાના રેસ્કયુ બાદ ગામ લોકોમાં વિરોધનો સુર જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે થન્નીથોડ અને આસપાસના ગામ હાથીના ત્રાસથી પિડિત છે. હાથીના ટોળા ગમે ત્યારે આવીને ખેતીને નુકશાન પહોંચાડે છે. ખેડૂતના રબ્બર, નારિયેળી, સોપારી, કેળ જેવા પાકનો હાથીઓ સોંથવાળી દે છે. હાથીના વારંવાર હુંમલાની સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી છે પણ કોઇ ઠોસ કામગીરી થતી નચી. લોકોનું કહેવું છે કે હાથીના હુમલા રોકવા માટે સોલર કરંટની પરમિશન આપવામાં આવે. વન વિભાગ દ્ગારા મોનિટરિંગ સિસ્ટમ ઝડપી અને મજબુત કરવામાં આવે. સ્થાનિક લોકો કહે છે હાથીને કારણે રાત્રિના સમયે લોકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. અમે વન્યજીવો કે હાથીના રક્ષણની વિરુદ્ધ નથી. અમે સંતુલિત ઉકેલ ઈચ્છીએ છીએ. જેમાં હાથીઓનું સંરક્ષણ પણ થાય અને નિર્દોષ ગ્રામજનોના જીવ તેમજ માલ-મિલકત પણ બચી શકે. વન વિભાગ વહેલી તકે આ માંગણીઓ પૂરી નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલનની ચિમકી ગામ લોકોએ આપી છે. દેશમા સૌથી વધારે હાથી આસમ અને કેરલમમાં છે. હવે કેરલમમાં હાથી માથાનો દુખાવો બની ગયા છે.
--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી




