VIDEO: ANDAR NI VAAT/ આસામઃ બ્રહ્મપુત્રાના પાણીના પ્રવાહને કારણે દિબ્રુગઢ શહેરને ખતરો
VIDEO: ANDAR NI VAAT/ Assam: Dibrugarh city in danger due to Brahmaputra water flow | બહ્મપુત્રા નદીમાં વારંવાર આવતા વિનાશક પુરના કારણે આસમના પૂર્વ ભાગમાં આવ

બહ્મપુત્રા નદીમાં વારંવાર આવતા વિનાશક પુરના કારણે આસમના પૂર્વ ભાગમાં આવેલા દિબ્રુગઢમાં ખતરો ઉભો થયો છે. આસમ અને ઉપરવાસના રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે બ્રહ્મપુત્રા નદીમાં વિનાશક પુર આવ્યું છે. પુરથી કાંઠા વિસ્તારનું ધોવાણ થતા નદી કિનારાના વિસ્તારમા ખતરો ઉભો થયો છે. બ્રહ્મપુત્રા નદી દિબ્રુગઢ શહેરથી 100 મીટર દૂર વહે છે. નદીમાં ચોમાસા અને ઉનાળામાં ભારે પુર આવે છે. આ કારણે કિનારાના વિસ્તારમાં દિવસે દિવસે ધોવાણ થઇ રહ્યું છે. ધોવાણ આગળ ન વધે તે માટે વહિવટીતંત્ર દ્રારા રેતીની બોરીઓ રાખીને ધોવાણ અટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે બ્રહ્મપુત્રા નદી વિશાળ છે. તેનો પાણીનો પ્રવાહ પણ આક્રમક હોય છે. આ કારણે વર્ષે સેંકડો એકર જમનીમાં ધોવાણ થાય છે. દિબ્રુગઢના સ્થાનિક લોકો કહે છે, શહેરનો રિંગ રોડ વિસ્તાર નદીથી માત્ર 100 મીટર દુરના અંતરે આવેલો છે. નદીમાં ભારે પુર આવે ત્યારે રિંગ રોડ તરફનો કાંઠાનો ભાગ ધોવાઇ જાય છે. ઘણીવાર પાણી અમારા ઘર સુધી પહોંચે છે. પહેલાની સરખામણીએ હવે નદીમાં અસામાન્ય રીતે પુર આવી રહ્યાં છે. આથી ધોવાણ વધતું જાય છે. જો સરકાર ગંભીર નહીં બને તો ભવિષ્યમાં શહેરના લોકોને ભારે પરિણામ ભોગવવા પડશે.
બ્રહ્મપુત્રા નદીનું પાણી કિનારે વટીને શહેર તરફ ન જાય તે માટે તે માટે નદી કિનારે રેતીની થેલીનું આવરણ ઉભું કરવામાં આવ્યું છે. આ રેતીનું આવરણ પાણીના પ્રચંડ પ્રવાહને રોકવા સક્ષમ નથી. વર્ષમાં પાંચથી છ મહિના સુધી નદીંમાં ભારે પુર હોય છે. કાંઠાનું ધોવાણ અટકાવવા માટે સરકારે કામગીરી કરી છે પણ પુરના કારણે કામ સફળ થતું નથી. દર વર્ષે પુરમાં સેંકડો એકર જમીનનું ધોવાણ થાય છે. એક અંદાજ પ્રમાણે માત્ર આસમમાં જ 2500 ચોરસ કીમી વિસ્તાર જેટલું ધોવાણ થયું છે. હવે ઘોવણ અટકાવવું મુશ્કેલ છે ત્યારે પ્રશ્ન છે કે સરકાર કોઇ ઠોસ યોજના લાવશે કે ધોવાણ વઘતું જશે.
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી





