મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDARNI VAAT/ લાલુ પરિવારની સુરક્ષા પર રાજકારણ: સરકારનો મોટો નિર્ણય, વિપક્ષ લાલચોળ

બિહાર સરકારે વીઆઇપી લોકો માટેની સ્પેશિયલ સિક્યુરીટી કમિટિની ભલામણને ધ્યાનમા રાખીને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અ

બિહાર સરકારે વીઆઇપી લોકો માટેની સ્પેશિયલ સિક્યુરીટી કમિટિની ભલામણને ધ્યાનમા રાખીને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પત્નિ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીની સુરક્ષા હટાવી લીધી છે. લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીને ઝેડ પ્લસ સુરક્ષા હતી. સરકારના નવા આદેશ મુજબ લાલુ અને રબડીની સુરક્ષા બિહાર પોલીસને સોંપવામાં આવી છે. સરકારના આદેશ બાદ વિવાદ પેદા થઇ થયો હતો.  લાલુના પુત્ર અને વિરોધ પક્ષના નેતા તેજશ્વી યાદવે બિહાર સરકારના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. સરકારના નિર્ણયના વિરોધમાં પોતાની ઝેડ પ્લસ સિક્યુરીટી પાછી આપી દીધી છે. તેજસ્વી યાદવનો આરોપ છે વિરોધ પક્ષના નેતાઓને નિશાન બનાવવા માટે સરકારે સિક્યુરીટી કાપ મુક્યો છે. અન્ય પૂર્વ મુખ્યમંત્રીની સિક્યુરીટી યથાવત રાખીને માત્ર લાલુ અને રબડી દેવીની જ સિક્યુરીટી હટાવી છે. લાલુ પરિવારના આરોપ બાદ બિહાર સરકારે ખુલાસો કર્યો હતો કે સ્પેશિયલ સિક્યુરીટી કમિટિની ભલામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિહાર સરકારનો આમા કોઇ રોલ નથી. તેજશ્વી યાદવની ઝેડ પ્લસ સિક્યુરીટી યથાવત રાખવામાં આવી છે.

 સરકારના ખુલાસા બાદ પણ વિવાદ થમ્યો નથી. આરજેડીએ એક સ્ટેપ આગળ વધીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. આરજેડીએ નક્કી કર્યું છે કે લાલ પ્રસાદ યાદવ અને રબડી દેવીની સિક્યુરીટી હવે આરજેડીના કાર્યકરો કરશે. સરકારના આદેશ બાદ પટણામાં રબડી દેવીના બંગલા પર આરજેડીના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને પહેરો ભર્યો હતો.  રબડી દેવીના બંગલે મહિલા કાર્યકરો પણ પહેરો ભરતી જોવા મળી હતી. કાર્યકરોનું કહેવું હતું કે સરકારે ભલે સુરક્ષા હટાવી દીધી હોય પણ પાર્ટીના કાર્યકરો રબડી દેવીની સુરક્ષા કરતા રહેશે. તેમનું કહેવું હતું કે રબડી દેવી પૂર્વ મુખ્યમંત્રી છે. તેમની સલામતી બિહાર માટે ખુબ જરુરી છે. યાદવ પરિવારની સુરક્ષા મુદ્દે બિહારમાં રાજકારણ ગરમાયું છે. લાલુ પ્રસાદ યાદવનો પરિવાર મુખ્ય વિરોધ પક્ષમાં છે. રાજકિય રીતે તેઓ ક્યાંક કોઇના નિશાના પર હોય તેવું પણ બની શકે. આ સંજોગોમાં સુરક્ષા હટવાથી ભવિષ્યમાં કોઇ ઘટના બને તો સરકારને જવાબ આપવો મુશ્કેલ બની શકે છે. હવે બિહાર સરકાર સિક્યુરીટી રિવ્યુ કરે છે કે પોતાનો નિર્ણય યથાવત રાખશે તેની પર નજર છે. 

આ સમાચાર શેર કરો